ગુજરાતના ચતુર્ભુજ વિકાસ માટેના બજેટ બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાણામંત્રી નીતિનભાઈ પટેલને અભિનંદન આપતા અને બજેટને બિરદાવતા રાજુભાઈ ધ્રુવ
ગુજરાતના વર્ષ ૨૦૧૮-૧૯નાં અંદાજપત્રને રાજુભાઈ ધ્રુવે અત્યંત હર્ષભેર વધાવી લેતા જણાવ્યું છે કે, ગુજરાતના સર્વતોમુખી વિકાસને અત્યંત ઝડપી ગતિએ નવી ઊંચાઈઓ ભણી લઇ જવાની સરકારની પ્રતિબધ્ધતાના સોનેરી દસ્તાવેજ સમાન છે. આ અંદાજપત્ર સર્વે ભવંતુ સુખીન: મંત્રને ચરિતાર્થ કરવાના અનન્ય પ્રયાસોનું પ્રતિબિંબ છે. ગુજરાતના આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને માળખાકીય એમ ચતુર્ભુજ વિકાસને નવા પરિમાણ આપવા માટે ગુજરાત સરકાર કટીબદ્ધ છે તેની પ્રતીતિ થાય અને વિકાસના પ્રત્યેક તબક્કે પ્રજાના એકેએક વર્ગની ખેવના રહે તે હકીકત સુનિશ્ચિત કરવાના સંનિષ્ઠ પ્રયાસો બદલ નાણામંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને અભિનંદનનાં ખરા હકદાર છે.
ભાજપના છેલ્લા અઢી દાયકાના સુશાસન દરમિયાન, ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે તે હકીકત આજે કોઇથી અજાણી નથી. દેશ-વિદેશ આખામાં ગુજરાતના ગુણગાન ગવાય છે અને બીજા રાજ્યો ગુજરાત જેવો વિકાસ ઝંખે છે તે બાબત ભાજપની નિષ્ઠાવાન સરકારના અવિરત પ્રયાસોને કારણે સિદ્ધ થઇ છે. ગુજરાતના આવા ઝળકતા વિકાસને નવી ઊંચાઈઓ સુધી લઇ જવાનો રોડમેપ એટલે ૨૦૧૮-૧૯નું બજેટ. નાણામંત્રીશ્રીએ તમામ વર્ગોની સુખાકારી સુનિશ્ચિત કરવામાં કોઈ કસર છોડી નથી. ગ્રામ્ય વિકાસ, કૃષિ વિકાસ, ખેડૂત કલ્યાણ, યુવા રોજગાર, મહિલા સશક્તિકરણની બાબતોને પ્રાધાન્ય આપવાની સાથે નિર્ધન અને મધ્યમ વર્ગોને શિક્ષણ, આરોગ્યની અનેકવિધ સુવિધાઓ સુલભ બનાવવાની મહત્તમ યોજનાઓ ગુજરાત સરકારના બજેટમાં રજૂ કરાઈ છે તેનો સમાજના જરૂરતમંદ તમામ લોકોને સાચા અર્થમાં લાભ મળશે તે નિશ્ચિત્ત છે.
લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રેભાઇ મોદીએ શરૂ કરેલી ગુજરાતની અભૂતપૂર્વ વિકાસયાત્રાને નવી ઊંચાઇઓ પર લઇ જવાની પૂર્ણ કટિબધ્ધિતા ધરાવતા આ બજેટમાં મુખ્યનમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યઇમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે છેવાડાના માનવી સુધી પાયાની સવલતો પહોંચાડવાની સાથે રાજ્યમાં વૈશ્વિક સ્તતરની આંતરમાળખાકીય સુવિધાઓના નિર્માણ સાથે ગુજરાતને વિકાસપથ પર સદા અગ્રેસર રાખવાની નેમ સુપેરે દેખાઇ આવે છે.
કેન્દ્ર તથા રાજયની ભાજપ સરકારોએ કૃષિ વિકાસ અને ખેડૂત કલ્યાદણકારી નીતિઓને હંમેશા પ્રાધાન્યત આપ્યું છે. વર્ષ ૨૦૧૮-૧૯ માટેના ગુજરાત સરકારના અંદાજપત્રમાં પણ કૃષિ અને ખેડૂત કલ્યાધણ માટે કુલ રૂા.૬,૭૫૫ કરોડની માતબર જોગવાઇ કરવામાં આવી છે. ખેડૂતોને વિના વ્યાતજે પાક ધિરાણ, ટેકાના ભાવે ખરીદી, સ્ટોરરેજ ક્ષમતામાં વધારો, પાકવીમા નીતિ ઉપરાંત, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, ખેડૂત અકસ્માખત વીમો, ભાવ સ્થાયીકરણ, પાક રક્ષણ માટે ખેતરોમાં તારની વાડ, પાણી પુરવઠા માટે રૂપિયા ૧૪,૮૯૫ કરોડની જંગી જોગવાઇ, ગ્રામીણક્ષેત્રોમાં ૧૦૦ નવા વીજ સબસ્ટેટશનો બનાવવાની જાહેરાત વગેરે ગ્રામ્ય, કૃષિ અને ખેડૂત વિકાસની અનન્ય જોગવાઈઓ છે.
મુખ્યનમંત્રી અમૃતમ યોજના અને મા વાત્સવલ્યય યોજનાનો વ્યાસપ રૂ. ૩ લાખની વાર્ષિક આવક મર્યાદા સુધી વધારવાની તેમજ સારવાર માટેની મર્યાદા પણ વધારીને રૂ. ૩ લાખ કરવામાં આવી તેમાં મુખ્યવમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વધ હેઠળની સરકારની સંવેદનશીલતાનો પરિચય મળે છે. આ ઉપરાંત, વાર્ષિક ૬ લાખ સુધીની આવક ધરાવતા કુંટુંબના સિનિયર સિટીઝન્સતને પણ આ યોજના હેઠળ આવરી લેવાનું પગલું માનવીય સંવેદનાથી સભર છે. કુલ મળીને ગુજરાતના ૬૦ લાખ પરિવારોને આ યોજનાનો લાભ મળવાનો છે.
યુવા રોજગારીને પ્રોત્સાહન આપવા ઐતિહાસિક કહી શકાય તેવી મુખ્ય મંત્રી એપ્રેન્ટી સ યોજના અંતર્ગત અંતર્ગત સ્નાકતકને માસિક રૂા.૩,૦૦૦/-, ડિપ્લોજમાધારકોને માસિક રૂા.૨,૦૦૦/-, તેમજ અન્યોરને માસિક રૂા. ૧,૫૦૦/- લેખે એક લાખ યુવાનોને રોજગાર સહાય, તેમજ આ વર્ષે વધુ ૩૦,૦૦૦ યુવાનોને સરકારના વિવિધ વિભાગોમાં નોકરીઓ આપવામાંની ખાતરી, ચાર લાખ જેટલા યુવાનોને ભરતી મેળાના માધ્યનમથી ખાનગી એકમોમાં રોજગારીની યોજના, મુખ્યેમંત્રી યુવા સ્વાાવલંબન યોજના માટે રૂા.૯૦૭ કરોડની જોગવાઇ તેમજ નાના વ્ય વસાયકારોને ધંધાકીય લોનમાં વ્યાીજ રાહતની પણ જાહેરાત વગેરે બાબતો બેરોજગારીની સમસ્યાનો અસરકારક ઉકેલ લાવશે. આની સાથે શિક્ષણ ક્ષેત્રે રૂ. ૨૭ હજાર કરોડની ફાળવણી શૈક્ષણિક વિકાસને વિશ્વ કક્ષાએ લઇ જવાના હેતુ અભૂતપૂર્વ સાબિત થશે. તેમજ મેટ્રો ટ્રેન પ્રોજેકટ માટે ૫૯૨ કરોડ, સ્ટે ચ્યુવ ઓફ યુનિટી માટે ૮૯૯ કરોડ રૂપિયા, આઠ મહાનગરપાલિકાઓમાં વિવિધ આંતરમાળખાકીય સુવિધાઓ માટે રૂા.૨૯૧૨ કરોડ. અમૃત યોજના માટે ૫૦૦ કરોડ, સ્માીર્ટ સિટી મિશન માટે ૫૯૭ કરોડ માર્ગ મકાન વિભાગ અર્ંતગત ૯,૨૯૨ કરોડ રૂપિયાની જોગવાઇથી ગુજરાતની વિકાસયાત્રાને જબરદસ્ત વેગ આપશે. મહેસૂલ વિભાગ માટે રૂા.૩,૦૭૧ કરોડ, નવી બસો ખરીદવા રૂ.૪૧૦ કરોડ, સાયન્સધ સિટી માટે ૧૧૦ કરોડ સ્વચ્છ ભારત મિશન માટે ૭૦૦ કરોડ, ગ્રામીણ વિસ્તાઇરોમાં ૧ લાખ ઘર બનાવવા ૧,૩૯૧ કરોડ, લધુ ઉદ્યોગ વિકાસ માટે રૂા.૮૪૩ કરોડ, સ્ટાર્ટઅપ ફંડ, પ્રવાસન વિકાસ માટે સરદાર પટેલ, જૈન તીર્થ, સિંધુ સંસ્કૃનતિ પ્રવાસન સરકીટના વિકાસ માટેની માતબર જોગવાઇ વગેરે ગુજરાતને બેનમૂન બનાવવાની દિશામાં સરકાર અત્યંત ગંભીર હોવાનું દર્શાવે છે. આ ઉપરાંત, સોલા અને ગાંધીનગર હોસ્પિટલના વિસ્તિૃ્તકરણ, બે નવી વેટરનરી પોલીટેકનિક કોલેજો, રીસર્ચ પાર્ક તેમજ મત્સ્યોદ્યોગ માટે નવી જેટી નિર્માણનું આયોજન, સામાજિક ક્ષેત્રે ૪ નવા સમરસ છાત્રાલય, વૃધ્ધત પેન્શોન અને દિવ્યાંગિ માટે ૪૭૪ કરોડ, બિનઅનામત વિકાસ માટે ૫૦૬ કરોડ, આદિજાતી વિકાસ માટે ૨,૨૦૦ કરોડ, વનબંધુ કલ્યોણ યોજના હેઠળ ૧૩,૨૭૮ કરોડ રૂપિયાની જંગી જોગવાઇ સમાજના દરેક વર્ગની સુખાકારી માટે સરકારની સંપૂર્ણ કટીબદ્ધતા દર્શાવે છે.