ગયા અઠવાડિયે વડાપ્રધાન મોદી અને નાણાપ્રધાન જેટલી વચ્ચે બેઠક મળ્યા બાદ લેવાયેલો નિર્ણય

જીએસટીનો વ્યાપ વધારવા સર્વે અને તપાસની કામગીરી તેજ થશે. નવીદિલ્હી ખાતે એક અઠવાડિયા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણા પ્રધાન અ‚ણ જેટલી વચ્ચે મીટિંગ થયા બાદ આ મામલે નિર્ણય લેવામાં આવ્યો છે. જાણવા મળતી વિગતો મુજબ આવતા અઠવાડિયાથી સર્વે અને તપાસની કામગીરી શ‚ થશે. જેમાં અધિકારીઓ તપાસ કરશે કે જીએસટીના દાયરામાં આવતી હોવા છતાં કઈ-કઈ કંપનીઓ કે પેઢીઓ તેની પ્રક્રિયાથી દૂર રહે છે. ટેકસ ઓફિસરો જીએસટી સર્ટીફીકેટનું ફિઝીકલ વેરિફિકેશન કરશે. અત્યાર સુધીમાં ૨૦૦ આઈ.એ.એસ., આઈ.આર.એસ. અધિકારીઓ જીએસટી સર્ટીફીકેટના વેરિફિકેશનની કામગીરીમાં લાગી ચુકયા છે. ઘણી નાની કંપનીઓ કે પેઢીઓ ટેકનિકલ બાબતની તકલીફોને લઈ હજુ જીએસટીથી દુર છે. નિષ્ણાંતો સરકારના આ પગલાને આવકારે છે. પરંતુ સાથોસાથ એવો મત પણ આપે છે કે જીએસટીને લગતા સર્વે અને તપાસની કામગીરી વેગવંતી બનાવવા મામલે કોઈ જ હેરાનગતિ (હેટેસમેન્ટ) ન થવી જોઈએ. કેમ કે જે લોકો કે વેપારીઓ જીએસટીની પ્રક્રિયાને સમજી નથી શકયા. તેઓ એક રીતે ‘છૂપો ભય’ અનુભવે છે. હજુ સંખ્યાબંધ એવા વેપારીઓ છે જે જીએસટીને સમજી શકયા નથી. જો કે શહેરવાર સેમિનારો યોજીને ખાનગી કે સરકારી સંસ્થાઓ એજન્સીઓ વેપારીઓને જીએસટી અંગે વિસ્તૃત સમજ આપી રહ્યા છે. ૧૦મી ઓગસ્ટે જારી કરાયેલા એક સરકયુલરમાં ટેકસ ઓફિસરોને ૮ મુદાઓને અનુસરવા તાકીદ કરવામાં આવી છે. જેમાં સર્વે તપાસ દરમિયાન વેપારીઓને હેરાનગતિ ન થાય તે જોવા ખાસ હુકમ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.