ભારત ફ્રાન્સ હિન્દ મહાસાગરની સુરક્ષા માટે ૮ થી ૧૦ સર્વેલન્સ સેટેલાઈટ લોન્ચ કરશે
ભારત અને ફ્રાન્સે દરિયાકાંઠે ચાંપતી નજર રાખવા સર્વેલેન્સ સેટેલાઈટના અભિયાન માટે હાથ મિલાવ્યા છે. જે ફ્રાન્સની અત્યાર સુધીની સૌથી વિશાળ સ્પેસ કોર્પોરેશન ભારત સાથેની બનશે. ચીનનો ભરડો વધતા હિન્દ મહાસાગરના દરિયાકાંઠાની સુરક્ષા માટે ૧૦ મેરીટાઈમ સેટેલાઈટ લોન્ચ કરવામાં આવશે.
ઈસરોની મદદ માટે ફ્રાન્સના નિષ્ણાંતો સતત કાર્યરત રહેશે. ભારતીય સ્પેસ એજન્સી અંતરરાષ્ટ્રીય અંતરીક્ષ મીશન માર્સ અને વિનસને પાર પાડવાના છે ત્યારે નવી સર્વીલેન્સ સેટેલાઈટ મદદપ બનશે ૮ થી ૧૦ સેટેલાલઈટ આ પ્રોજેકટનો ભાગ બનશે. તમામ સેટેલાઈટ લોન્ચ થવામાં પાચં વર્ષથી ઓછો સમય લાગી શકે છે.
આ વર્ષે માર્ચમાં સ્પેસ મોનીટરીંગ અને સુરક્ષાને ધ્યાનમાં લઈ ભારત અને ફ્રાન્સે હાથ મિલાવ્યા હતા. માટે હવે ઈસરો અને સીએનઈએસ મળીને ઓટોમેટીક આઈડેન્ટીફાય સિસ્ટમ અને મોનીટરીંગ ટેકનીકનું નિર્માણ કરશે. હાલ હિન્દ મહાસાગરનું મુખ્ય ધ્યાન દિલ્હી પરનું છે. કારણ કે પેરીસના આતંકીઓને પહેલાથી જ ઈન્ડીયન ઓશીયનમાં છે. ભારત તેનું સમાનવ અંતરીક્ષ યાન ગગનયાન લોન્ચ કરવાનું છે. ત્યારે ગઈકાલે સર્વીલેન્સ સેટેલાઈટ અંગેના પણ કરારો કરવામા આવ્યા હતા.
બંને દેશોની સ્પેસ એજન્સીઓ વાતાવરણના મોનીટરીંગ માટે જોઈન્ટ મીશન મેઘા ટ્રોપીકયુસ અને સરલ અલ્ટીકા ઉપર પણ કામ કરીરહી છે. આ પૂર્વે પણ ભારત ફ્રાન્સની સેટેલાઈટ કંપનીઓ સાથે કામ કરી ચૂકી છે. ત્યારે હિન્દ મહાસાગરની સૂરક્ષા વધારવા આ મિશન ઉપયોગી બનશે.