બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં ડોકટર્સ ડે નિમિતે ક્રિષ્ના સાયન્સ ઈન્ટરનેશનલ સ્કૂલ, ત્રંબાના સંયુકત ઉપક્રમે ખ્યાતનામ ડોકટરોના સથવારે નિ:શુલ્ક સર્વરોગ નિદાન સારવાર દવા સાથેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હોમિઓપેથીના ૯૬, આયુર્વેદના ૭૧ તેમજ એકયુપ્રેશરના ૧૨૨ મળી કુલ ૩૮૯ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. ઉકત નિદાન સારવાર કેમ્પનું ઉદઘાટન ક્રિષ્ના સ્કૂલના ચેરમેન મહેન્દ્રભાઈ ગજેરા દ્વારા થયું હતું. જેમાં પ્રમુખ સ્થાને રાજકોટના બજરંગ ટ્રસ્ટના મંત્રી કે.ડી.કારીયા તેમજ અતિથિ વિશેષ તરીકે ક્રિષ્ના સ્કુલના સંચાલક તૃપ્તિબેન ગજેરા, પ્રિન્સીપાલ રોનકભાઈ રાવલ, જે.ડી.ઉપાધ્યાય, ચિરાગ ધામેચા, દૌલતસિંહ ચૌહાણ વગેરે હાજર રહી શુભેચ્છાઓ પાઠવી હતી.
કેમ્પમાં હોમીયોપેથી સર્વરોગ નિદાન સારવાર માટે ડો.એન.જે.મેઘાણી તથા ડો.મૃગાંક મેઘાણી, આયુર્વેદ સર્વરોગ નિદાન સારવાર માટે ડો.કેતનભાઈ ભીમાણી તથા ડો.પુલકીતભાઈ બક્ષી તેમજ એકયુપ્રેસર સારવાર માટે જગદીશભાઈ પંડિત, દિનકરભાઈ રાજદેવ, મનીષભાઈ વસાણી, અરજણભાઈ પટેલ, રત્નાબેન મહેશ્વર, દિનેશભાઈ આડેસરા, ભગવાનજીભાઈ મિસ્ત્રી વગેરે કાર્યરત રહ્યા હતા. કેમ્પની સફળતા માટે બજરંગ ટ્રસ્ટના મનુભાઈ ટાંક, રોહિતભાઈ કારીઆ, માયાબેન ગોહેલ, ધેર્ય રાજદેવ, સચિન ચૌહાણ તેમજ ક્રિષ્ના સ્કૂલના રીદ્ધીબેન રાવલ સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.