- હોળીના તહેવારને લઈને ST વિભાગ તરફથી એક્સ્ટ્રા બસોનું કરાશે સંચાલન
- દાહોદ, ઝાલોદ, લુણાવાડા સહિતના રૂટ પર એક્સ્ટ્રા બસોનું કરાશે સંચાલન
- અંદાજે 550 એક્સ્ટ્રા બસોનું કરાશે સંચાલન
હોળીના તહેવારને લઈને સુરત ST વિભાગ તરફથી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. ગત વર્ષે 480 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેમાંથી અંદાજે 80 લાખ રૂપિયાની આવક થઈ હતી. ત્યારે આ વર્ષે અંદાજે 550 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. સેન્ટ્રલ બસ સ્ટોપ પાસે આવેલા જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડથી આ બસો ઓપરેટ થશે. આ ઉપરાંત દાહોદ, ઝાલોદ, લુણાવાડા સહિતના રૂટ પર એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે તેવું એસટી વિભાગના નિયામક દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેમજ જે જગ્યા પર એક સાથે 52 પેસેન્જર મળશે. ત્યાં ST બસ લોકોના ઘર સુધી લેવા માટે જશે તેવું જણાવવામાં આવ્યું હતું.
બહારથી આવેલા લોકો તહેવારની ઉજવણી પોતાના પરિવારના સભ્યો સાથે કરવા માટે સુરતથી માત્ર વતન જતા હોય છે. ત્યારે આવનાર હોળી-ધુળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત ST બસ ડેપો દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બસ ડેપો ખાતે મુસાફરોની ભીડ ન જોવા મળે અને લોકો આરામથી પોતાના માદરે વતન જઈ શકે તે માટે સુરતથી દાહોદ, ઝાલોદ, ગોધરા, પંચમહાલ, લુણાવાડા અને છોટા ઉદેપુર સુધી 550 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે.