પ્રતાપપુરામાં પાણીની આવક ઘટતા વિશ્વામિત્રી નદીનું સ્તર પણ ઘટયું: વડોદરાવાસીઓ માટે થોડી રાહત: રેસ્કયુ માટે ૧૩૮ જવાનોનું મધરાતે શહેરમાં આગમન: હજુ અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ: જીવન જરૂરીયાતની વસ્તુઓની અછત
બુધવારે વડોદરામાં ૬ કલાકમાં અનારાધાર ૨૦ ઈંચ જેટલો વરસાદ વરસી જતાં સંપૂર્ણ શહેર બેટમાં ફેરવાઈ ગયું છે. ૩૬ કલાક બાદ પણ વડોદરામાં હજુ પાણી-પાણી જેવી સ્થિત જોવા મળી રહી છે. શહેરમાં રાહત અને બચાવ કાર્ય માટે મધરાતે એરફોર્સના ૧૩૮ જવાનોનું આગમન યું છે. અનેક સોસાયટીઓમાં હજુ કેળસમાણા પાણી ભરાયા છે. જીવન જરૂરીયાતની વસ્તુઓની અછત સર્જાઈ છે. કોર્પોરેશનનું તંત્ર સંપૂર્ણ નિષ્ફળ રહ્યું છે. શહેરમાં વિશ્વમિત્રી નદીના પાણી સાથે મગરો પણ ઘુસી જતાં લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આજે સવારે પ્રતાપપુરામાંથી પાણીની આવક ઘટતા વિશ્વમિત્રી નદીનું જોર ઘટતા વડોદરાવાસીઓ માટે થોડી રાહત રહેવા પામી હતી. રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
વડોદરામાં બુધવારે આભ ફાટયું હોય તેમ ૬ કલાકમાં ૨૦થી ઈંચ વધુ વરસાદ વરસી ગયો હતો. શહેરની મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગઈકાલે શાળા-કોલેજો અને કોર્ટની કામગીરી બંધ રખાયા બાદ આજે પણ શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે. શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વમિત્રી નદી ભયજનક સપાટીએ વહેવા લાગી હતી. બ્રિજ પરી વિશ્ર્વામિત્રી નદીના પાણી વહેવા લાગતા શહેરીજનોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. વડોદરાની અનેક સોસાયટીમાં ૩૬ કલાક બાદ પણ હજુ કેળસમાણા પાણી ભરેલા છે. નિચાણવાળા વિસ્તારોમાંથી ૫૦૦૦ જેટલા લોકોનું સ્ળાંતર કરી દેવામાં આવ્યુ છે. એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. વિશ્ર્વામિત્રી નદી આજે સવાર સુધી ભયજનક સપાટી પર વહેતી હતી જો કે પ્રતાપપુરામાં પાણીની આવકમાં ઘટાડો તાં આજે વડોદરાવાસીઓને થોડી રાહત વા પામી હતી. વિશ્ર્વામિત્રી નદીમાં જળસ્તર ધીમે ઘટી રહ્યું છે. જિલ્લાના પાંચ તાલુકાઓ હજુ સંપર્ક વિહોણા છે. ગત મધરાતે એરફોર્સના ૧૩૮ જવાનોનું બરોડામાં આગમન ઈ ગયું છે. આજે એરલીફટ દ્વારા રાહત અને બચાવ કામગીરી કરવામાં આવશે.
અનેક સોસાયટીઓ હજુ પાણીમાં ગરકાવ હોવાના કારણે લોકોને જીવન જરૂરીયાતની વસ્તુ મેળવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સનિક કોર્પોરેશન તંત્ર કામગીરીમાં સંપૂર્ણ નિષ્ફળ નિવડયું છે જેના કારણે વડોદરા ૩૬ કલાક બાદ હજુ પણ પાણીમાં ગરકાવ છે. આજે સવારી વિશ્ર્વામિત્રી નદીના જળસ્તરમાં ધીમે ધીમે ઘટાડો નોંધાતા લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો છે. વરસાદે વિરામ લીધો અને શહેરમાં પાણી પણ ધીમીધારે ઓસરી રહ્યાં છે. ધીમે ધીમે જનજીવન પાટે ચડી રહ્યું છે. ગઈકાલે બે સોસાયટીઓમાં મગર દેખાયા બાદ આજે આર્મી સ્કૂલ નજીક પણ બે મગર દેખાતા લોકોમાં ભારે ડર જોવા મળી રહ્યો છે.