અમેરિકાની સૈન્ય સામે હથિયારો હેઠા મૂકી દેતા આઇએસઆઇએસના જેહાદીઓ
વિેશ્વની શાંતિપ્રિય સરકારો અને કરોડો લોકોના માથાના દુ:ખાવો બની ગયેલા ઈસ્લામીક જેહાદીઓનો આતંક હવે પૂર્ણ થવાના આરે હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે સીરીયામાં ખીલાફતના કિલ્લામાં ઈસ્લામીક સ્ટેટના આતંકીઓ તેમના બંકરોમાંથી બહાર આવીને અમેરિકાની આગેવાનીવાળા સૈન્ય સામે હથિયારો હેઠા મુકી અમેરિકાના શરણે આવી ગયા હતા.
પૂર્વ સીરીયાના અનેક જેહાદી જુથોના હજ્જારો આતંકવાદીઓ તેમના અડ્ડામાંથી બહાર નીકળી ગયા હતા. કારણ કે, તેમને તે વાતનો ડર હતો કે, હવે અમેરિકા સૈન્ય તેમને સહેજ પણ નહીં બક્ષે જેને ધ્યાને લઈ એક ડરનો માહોલ ઉભો થતાં તમામ આઈએસઆઈએસના પૂર્વ સીરીયાના આતંકીઓ અમેરિકાના શરણે આવી ગયા હતા.
સીરીયાના સત્તાવાર પ્રવકતાએ જણાવ્યું કે,ઈરાકના સરહદીય વિસ્તારના હજ્જારો જેહાદીઓએ હથિયાર હેઠા મુકી બીન શરતી યુદ્ધ વિરામ જાહેર કરવાની આ ઘટનાને બધાની સામે નજરે આવી છે. ખુરદીશ પ્રવકતા જીયાફર અહેમદે જણાવ્યું હતું કે, આઈએસઆઈએસના જેહાદીઓ ભોયરમાંથી બહાર આવી અમેરિકાના શરણે થઈ ગયા છે. જાડી દાઢી અને લાંબા કફન જેવા ડ્રેસ પહેરીને બહાર આવેલા હથિયારધારી જેહાદીઓએ મોઢા પર કપડા બાંધી પોતાનું મોં ઢાંકયું હતું. હજુ કેટલાક જેહાદીઓ બંકરમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
કહેવામાં આવે તો સીરીયા ડેમોક્રેટીક ફોર્સે આઈએસ પર મળેલી જીત અંગે જાહેરાત કરી હતી. જો કે હજુ આઈએસના કેટલાક જેહાદીઓ શરણે લાવવાના બાકી છે. હજ્જારો જેવા જેહાદીઓ બાળકો અને મહિલાઓમાં ઈરાકીઓ સીવાય ૫૪ દેશના જેહાદીઓ વિશ્વ માટે બોજારૂપ બની ગયા હતા. જેનો હવે અંત શરૂ થઈ ગયો હોવાનું અબ્દુલ કરીમ ઉમરે પત્રકારોને જણાવ્યું હતું.
આઈએસ સામે ચાલી રહેલી લશ્કરી કાર્યવાહી દરમિયાન છેલ્લા ૨૦ દિવસમાં શરણે આવનારાઓની સંખ્યા દિન-પ્રતિદિન વધતી જાય છે તેમ છતાં વધુ આઈએસની સ્લીપર સેલની ગતિવિધિઓ અંગે ચેતવણી પણ મળી રહી છે. દેશની અનેકવિધ ખીણમાં જેહાદીઓ અને તેના પરિવારજનોને શરણે લાવવાની એક મહિનાથી કવાયત ચાલી રહી હતી. ત્યારે કેટલાક જેહાદીઓ નાસી છૂટવામાં સફળતા પણ પ્રાપ્ત થઈ હતી જયારે અનેકવિધ આતંકીઓ લડીને મોતને ભેટયા હતા.
છેલ્લા એક મહિનાથી ચાલતા આ ઓપરેશનમાં ૫ હજાર જેહાદીઓ ૨૪૦૦૦ કુટુંબીઓ સાથે ૬૬૦૦૦ જેહાદીઓને અમેરિકાના શરણે લાવવામાં આવ્યા છે. આ ઓપરેશન દરમિયાન ૭૨૦૦૦ હજાર શરણાથીઓ અલહોલ કેમ્પમાં શરણે આવી ગયા હતા. જેમાં અનેક જેહાદીઓ સીરીયાનું નાગરિકત્વ મેળવી ચૂકયા છે. આઈએસની વિચારધારામાં હજારો બાળકો પણ વટલાઈ ગયા હતા. તેમને મુખ્ય ધારામાં લાવવાનું કામ હવે કરવું પડશે તેમ પણ સુત્રોએ જણાવ્યું હતું.
આ એસના ખીલાફત સામે અમેરિકા અને બ્રિટન બીજા વિશ્વ યુદ્ધ પછીની મોટી ઝુંબેશ જેવા લાંબાગાળાના આ અભિયાનમાં સફળતા મેળવી છે. સીરીયામાં છેલ્લા ૮ વર્ષમાં ૩ લાખથી વધુ લોકોનો ભોગ લેવાયો છે. ત્યારે અમેરિકાના સહયોગથી અંતે સીરીયામાંથી આઈએસનું આતંક ખત્મ થઈ ગયું હોવાનું પણ જાહેર કરવામાં આવ્યું છે.
જૈશના ૩ ખુંખાર આતંકીઓને સુરક્ષાદળોએ ઝડપી પાડ્યા
જમ્મુ-કાશ્મીર પોલીસને મળેલી એક મહત્વની સફળતામાં રવિવારે શ્રીનગરમાંથી જૈશ એ મહમદના ત્રણ ખુંખાર આતંકીઓને ઝડપી લેવામાં આવ્યા છે. શ્રીનગર બાલામુલા રોડ પર ગોઠવેલી વોચમાં પોલીસ અને સુરક્ષા જવાનોએ બારામુલા વિસ્તારમાંથી જીવતા બોમ્બ સહિતના ઘાતક હથિયારો સાથે જૈશ એ મહમદના પ્રથમ હરોળના ખુંખાર મનાતા આતંકીઓને દબોચી લેવામાં આવ્યા હતા.
જૈશ એ મહમદ દ્વારા સર્જીકલ સ્ટ્રાઈક બાદ જમ્મુ-કાશ્મીરમાં અરાજકતા સર્જાઈ હતી. જેમાં ઘડાયેલા કાવતરાના ભાગરૂપે મોટી સંખ્યામાં ઘાતક હથિયારો સાથે તાલીમબદ્ધ આતંકીઓને એલઓસી પરથી જમ્મુ-કાશ્મીરમાં મોકલી હોવાની પ્રવૃતિના ઈન્ટરપોલના અહેવાલના પગલે સર્તક થયેલા સુરક્ષાદળોએ ગોઠવેલા બાતમીદારોએ બે દિવસ પહેલા ગુપ્ત અહેવાલ રજૂ કર્યો હતો કે, જૈશ એ મહમદના કેટલાક ખુંખાર આતંકીઓ બોમ્બ ધડાકા અને આત્મઘાતી હુમલા માટે પાક.માંથી અનેકવિધ ચીજ-વસ્તુઓ સાથે લઈ ભારતમાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળોએ આ અહેવાલના પગલે કડક વાહન ચેકિંગ અને હાઈ-વે પેટ્રોલીંગ શ‚ કર્યું હતું. ત્યારે શ્રીનગર પોલીસ અને સુરક્ષા જવાનોએ હાથ ધરેલા સધન ચેકિંગ દરમિયાન શ્રીનગરમાં પ્રવેશતા હાઈવે ચેકપોસ્ટ પર શંકાસ્પદ હિલચાલના અણસારના પગલે પોલીસે તેજ કરેલી તપાસ કવાયત બારામુલા સેકટરમાં ગાડી ચાલકને જીવતા બોમ્બ સાથે પકડી પાડયો હતો અને મોટા આતંકી હુમલાને અંજામ દેતા બચાવ્યું હતું.