મધ્યપ્રદેશના વિપક્ષી નેતા અજયસિંઘ ૮૩ વર્ષના માતાને ત્રાસ આપતા હોવાની ફરિયાદ
કોર્ટ સમક્ષ ન્યાય માટે ખોળો પાથર્યો
વૃધ્ધાવસ્થામાં માતા પિતાને સંતાનો તરફથી ત્રાસ અપાતો હોવાના કેસ સમાજમાં દરેક વર્ગમાં નોંધાય છે. તાજેતરમાં મધ્યપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ. અર્જુનસિંઘના પત્ની સરોજકુમારીને પુત્રો અભિમન્યુ સિંઘ અને અજયસિંઘ ત્રાસ આપતા હોવાની ફરિયાદ કોર્ટમાં થઈ છે.
સરોજકુમારી ૮૩ વર્ષના છે.તેમણે જયુડીશીયલ મેજીસ્ટ્રેટ સમક્ષ ડોમેસ્ટીક વાયોલેન્સ એકટ હેઠળ ફરિયાદ કરી છે. વૃધ્ધાવસ્થામા તેમને કોર્ટના પગથીયા ચઢવાની જરૂરી થઈ છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, અભિમન્યુ સિંઘ અને અજયસિંઘ મને ત્રાસ આપી ઘરમાંથી નીકળી જવા દબાણ કરે છે. આ ઉંમરે હું અલગ અલગ સ્થળે રહેવા મજબુર થઈ છું મારે ઘર છોડવું પડે તેવી સ્થિતિ છે.
અહી ઉલ્લેખનીય છે કે, સરોજકુમારીના પુત્ર અજય સિંઘ મધ્યપ્રદેશ વિધાનસભામાં વિપક્ષી નેતાની જવાબદારી નિભાવી રહ્યા છે. તેઓ કોંગ્રેસના મોટા નેતા છે.પરંતુ ઘરની જવાબદારીમાં નિમુળ રહ્યા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.