બોલીવૂડ બપ્પામય બની ગયું છે. સીતારાઓની ઘરે અષ્ટવિનાયક બિરાજમાન થયા છે.
સલમાન ખાનની બહેન અર્પિતા, જીતેન્દ્ર, નાના પાટેકર, વિવેક ઓબેરોય, શ્રધ્ધા કપૂર, સંજય દત્ત, શિલ્પા શેટ્ટી, રીતેશ દેશમુખ, સંજય લીલા ભણસાલી, રીચા ચઢ્ઢા, સહિતના કલાકારોએ આસ્થાભેર ગણેશજીની સ્થાપના કરી છે. નંબર વન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પણ ગણેશ સ્થાપના કરી છે.જેના દર્શન માટે બચ્ચન પરિવાર સહિત બોલીવૂડના નાના મોટા કલાકારો પહોચ્યા હતા. બપ્પાએ થોડા સમયથી રીસાયેલા બે જૂના મિત્રો સંજય દત્ત અને સલમાન ખાનને અંબાણીને ત્યાં મિલાવી દીધા હતા. તેઓ ગળે મળ્યા અને કંઈક વાત કરી હતી.ગુજરાતમાં જેમ નવરાત્રીનું મહત્વ છે. તેમ મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવ તે પ્રમુખ તહેવાર છે. બોલીવૂડ સ્ટાર ખાનગી પંડાલોમાં પણ જાય છે. સલમાન ખાન તો મુંબઈના લેડીઝ બેન્ડને પ્રોત્સાહિત કરવા પહોચી ગયો હતો. આ સિવાય બોલીવૂડની ફિલ્મોમાં તો શ‚આતથી જ ગણેશ ગીતો હિસ્સો બની રહ્યા છે.રાજકોટના લોકોને ખ્યાલ હશે કે અત્યારે જયાં આર વર્લ્ડ મલ્ટિપ્લેકસ સિનેમા છે. ત્યાં શ‚આતમાં જે સિંગલ સ્ક્રીન થિયેટર હતુ તે ધરમ સિનેમા (જૂનું નામ ઉષા)ના પ્રવેશ દ્વારે જ ગણેશજીની કાષઠની પૂર્ણ કદની મૂર્તિ રહેતી.આ ઉપરાંત એક વાત નોંધવા જેવી છે કે રાજકોટની રૈયત દરેક તહેવારને મનથી અપનાવી લે છે. મને લાગે છે કે ધીરેધીરે બંગાળીઓની દુર્ગા પૂજા (ઉત્સવ)ને પણ રાજકોટ અદકે‚ મહત્વ આપશે અને નજીકનાં ભવિષ્યમાં જ શેરીએ ગલીએ દુર્ગા માતાની સ્થાપના અને ભકિત શ‚ થઈ જશે તેતો નકકી જ છે.