આર્યન ખાન ડ્રગ કેસ અને કાયદાની વાસ્તવિકતાઓ
અગાઉ કોમેડી કીંગ ભારતી તથા તેના પતિ પાસેથી મોટી માત્રામાં ગાંજો અને ડ્રગ મળી આવેલ હોવા છતાં તેને બીજા દિવસે જામીન કરાયા હતા
બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ડ્રગ કેસમાં નારકોટીક ક્ધટ્રોલ બ્યુરોએ ક્રૂઝ ઉપર ચાલતી પાર્ટીમાંથી ધરપકડ કર્યા બાદ આજે 25 દિવસ વિતવા છતાં કેસની વાસ્તવિકતા બાબતે અલગ-અલગ મત મંતાન્તરો જોવા રહ્યાં છે.
જાણવા મળેલ વિગતો મુજબ બોમ્બેનાં એન.સી.બી. ડીપાર્ટમેન્ટે એક ક્રુઝ ઉપર રેડ કરેલ ત્યારે શાહરૂખ ખાનનાં પુત્ર આર્યન ખાન તથા અન્ય મિત્રોની ધરપકડ કરવામાં આવેલ. કેસની શરૂઆતથી જ જે-તે કેસ પોલીટીકલી મોટીવેટેડ અને પોઈન્ટલેસ એટલે કે હેતુવિહિન છે તેવા આક્ષેપો થયેલ પરંતું તાજેતરમાં જે-તે કેસનાં મુખ્ય તપાસનીશ અધીકારી સમીર વાનખેડે સામે કરોડો રૂપીયાની લાંચ માંગવાની વિગતો સામે આવતા કેસની વિશ્ર્વસનીયતા ઉપર પ્રશ્ર્નાર્થ સર્જાયેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફરીયાદ નોંધાયા બાદ આર્યન ખાન દ્વારા ડ્રગનો ઉપયોગ કરવામા આવ્યો હોય કે ડ્રગ તેમના કબજામાંથી મળેલ હોય તેવી કોઈ વિગતો ફરીયાદ કે તપાસના કામમાં ખુલેલ નથી ત્યારે આર્યન ખાનની સતત જામીન અરજી નામંજુર થતી આવેલ છે તે બાબતે કાનુનવિદ અને કાનુની સમાજમાં પણ આશ્ચર્ય સર્જાયેલ છે. એન.સી.બી. દ્વારા રોકવામાં આવેલ સરકારી વકિલની દલીલ એવી છે કે, આર્યન ખાનનાં મિત્ર મરચન્ટના બુટમાંથી ગાંજો મળેલ છે.
પરતું આર્યન ખાનના કબજામાંથી કોઈ ડ્રગ મળેલ ન હોવા છતા કે કાયદાની ભાષામાં ‘કોન્સીયસ પઝેશન’ ન હોવા છતા ફક્ત મિત્ર પાસેથી પ્રતિબંધીત ડ્રગ મળેલ છે તેવા કારણસર આર્યન ખાનની જામીન અરજી નામંજુર થાય તે પણ આશ્ચર્યજનક બાબત છે.સને-1995 માં એન.ડી.પી. એસ. એકટ અમલમાં આવ્યા બાદ તેના માટે ડેઝીગનેટેડ કોર્ટ બનાવવામાં આવેલ છે તેમાં જામીન અરજી અને એન.ડી.પી.એસ. અન્વયેના કેસ નિર્ણીત થાય છે. પરંતુ દેશનાં નામાંકિત કાનૂનવિદો એ તેમા જામીન અરજી નહીં કરી અને અન્ય કોર્ટમાં જામીન અ2જી કરેલ છે તે પણ કાનુની અજ્ઞાન છતું કરે છે.
ત્યારબાદ થયેલ એન.ડી.પી.એસ. કોર્ટમાં થયેલ જામીન અરજી આર્યન ખાનના મિત્ર અરબાઝ મરચન્ટ અને મુનમુન ધામેચાના ગુન્હાને ધ્યાનમાં રાખતા, આર્યન ખાનની અરજી તા.20/10/21 ના રોજ નામંજુર કરેલ છે તે જાણે સામાન્ય પ્રજાજન અને કાનુનવિદ ખળભળી ગયેલ. કારણ કે, આ અગાઉ કોમેડી કવીન ભારતી તથા તેના પતિ પાસેથી મોટી માત્રામાં ગાંજો અને ડ્રગ મળી આવેલ હોવા છતા તેને બીજા જ દિવસે જામીન મુકત કરવામાં આવેલ.
પરંતુ અહીં આર્યન ખાનએ ડ્રગ લીધેલ/વાપરેલ ન હોવા છતા તેમજ તેમના કબજામાંથી ડ્રગ મળેલ ન હોવા છતા ફકત અરબાઝ મરચન્ટ સાથે કરેલ વોટસએપ ચેટ કે જેમાં ‘આજ ધમાકા કરેંગે’ તે શબ્દોને ડ્રગના ઉપયોગ કે હેરાફેરી સાથે સાંકળી ગંભીર ગુન્હામાં સંડોવવા અને ત્યાર પછી સામાન્ય માણસને કાનુની આંટીઘૂંટીમાં પાકકો ગુન્હેગાર બની જાય તે રીતે રાખવાનો અભીગમ આમ પ્રજાજનોને વિચારતા કરી દે તેમ છે અને તે માટે કાનુનીવિદો એ કાયદાનું ચોકકસ અર્થઘટન કરી ન્યાયનું યોગ્ય અમલીકરણ થાય તે માટે વિચારવું આવશ્યક બનેલ છે.
નામદાર સુપ્રીમ કોર્ટે ગુરૂબક્ષસિંહ સીબીયાના જજમેન્ટથી માંડી આજસુધીના રોજબરોજ જામીન અ2જીને લગતા જજમેન્ટ આપવામાં આવે છે તેમાં બંધારણનાં આર્ટીકલ-21 મુજબ વ્યક્તિ સ્વતંત્રતાના અધીકારને મહત્વ આપેલ છે. વિશેષમાં ઠરાવેલ છે કે, ગુન્હાની ગંભીરતા તે જામીન અરજી નકારવાનો યોગ્ય કેસ નથી પરંતુ આરોપી સામે પ્રથમ દર્શનીય સાબીત કેસ તથા તેનો ગુન્હાહીત ઈતિહાસ વિગેરે તત્વો ધ્યાને લેવા જોઈએ. પરંતુ આર્યન ખાનના કેસમાં જામીન અરજીને લગતા સુપ્રીમકોર્ટનાં આ સિધ્ધાંતો પરત્વે ઉદાસીનતા અને દુલક્ષર્ય સેવી પરોક્ષ રીતે સપ્રીમ કોર્ટએ સ્થાપિત કરેલ સિધ્ધાંતોનો અનાદર કરતા હોય તે રીતે ફકત ટેકનીકલ કારણોસર નાની ઉંમરના વ્યકિતને પાક્કો ગુન્હેગાર બનાવવા માટેના સંજોગો નિર્માણ થાય તે રીત ન્યાયીક કાર્યવાહી ન થાય તે પણ મુદ્ો વિચારવો આવશ્યક છે.