કદાચ ગુજરાત રાજ્ય નહીં પણ ભારતના પોસ્ટ ઓફિસના ઇતિહાસમાં રેકોર્ડ હશે. ખંભાળિયાની પોસ્ટ કચેરી, આ અહીંના પાંચ હાટડી ચોકમાં આવેલી છે જે ત્રણ રૂમના એક ભાડાના મકાનમાં બેસે છે જે કચેરી માટેનું નથી પણ કોઇનું રહેણાંક મકાન છે !!
આ કચેરી એવી જગ્યાએ ગલીમાં આવેલી છે કે ત્યાં કોઇને મેસેજ નહીં !! ગામની અંદર ગલી તેમાં ગલી અને તેમાં શહેરની વકી કચેરી કે જ્યાં મોટર સાયકલ લઇને પણ જઇ ના શકાય ત્યાં પોસ્ટ ખાતાના અધિકારીઓની મિલી ભગતથી ભંગાર જેવી જગ્યામાં જ્યાં અરજદારોને બેસવાનો તો ઠીક ઉભા રહેવાની જગ્યા નથી. ત્યાં વર્ષે 120 કરોડ રૂપિયા લોકો પોસ્ટમાં વિવિધ યોજનામાં જમા કરે છે !!
ખંભાળિયામાં સ્ટેશન રોડ જેવા સ્થળેથી આ વિસ્તારમાં કચેરી ખસેડાઇ તે પછી કોઇ ધ્યાન જ અપાયું નથી કરોડોનો નફો કરતી આ કચેરીને મોટી જગ્યામાં ખસેડવા કે નવું બિલ્ડીંગ બનાવવા માટે ખંભાળિયા પાલિકા કારોબારી ચેરમેન હિનાબેન આચાર્ય દ્વારા સાંસદ તથા પોસ્ટ વિભાગના અધિકારીઓને ફરિયાદ કરાઇ છે.