બોલવામાં પણ અઘરું ગણાતું આ નામ ખરેખર અઘરું છે, આ એન્ટિકિથેરા યંત્રપ્રણાલીને સમજવા એક શતક કરતાં પણ વધુ સમય ગયો! વર્ષોના પ્રયાસ બાદ તાજેતરમાં જ આ યંત્ર પ્રણાલીનું ડિજિટલ મોડેલ બની શક્યું છે
આ યંત્ર પ્રણાલી સૂર્ય, ચંદ્ર અને અમુક ગ્રહોની હિલચાલ માપી શકે છે! આટલું જ નહીં પરંતુ તે સૂર્ય અને ગ્રહણ વિશે પણ આગાહી કરી શકે છે! ભવિષ્યની મહત્વની વિવિધ ઘટનાઓની તિથિ પણ આ એન્ટિકિથેરા યંત્રપ્રણાલી રેકોર્ડ કરી આપશે!
આજ થી લગભગ 2 હજાર વર્ષ પહેલા ની વાત છે. એક ગ્રીક જહાજ એશિયા માઇનર એટલે આજ ના તુર્કી પ્રદેશ થી ગ્રીસ પાછું ફરી રહ્યું હતું. ક્રેટે અને પેલોપનીસ ટાપુ ને વચ્ચે થી પસાર થતી વખતે એક ભયંકર વાવાઝોડા એ સાગર ને હિલોળે લીધું. આ પ્રચંડ વાય માં ગાંડાતુર દરિયા સામે આ જહાજ ન ટકી શક્યું. આ દુર્ઘટના એ તેમાં રહેલા સામાન અને સવાર લોકો ને દરિયા ના ઊંડા પેટાળ માં સમાવી દીધા. કોઈ નથી જાણતું કે આ જહાજ એશિયા માઇનર એટલે કે તુર્કી પ્રદેશ ના પ્રવાસે શા માટે નિકળ્યું હતું. પરંતુ વર્ષો બાદ આ પેટાળ માં સમાયેલ અવશેષો એ આજ ના વૈજ્ઞાનિકોનું માથું ચકરાવે ચડાવી દીધું.
2 હજાર વર્ષ પહેલા જ્યારે આ જહાજ કાળ ને પામ્યું ત્યારે લગભગ કોઈ એને શોધી નહીં શક્યું હોય. પરંતુ વર્ષો બાદ વર્ષ 1900 માં તુનિસિયા ટાપુ પર એક ગ્રીક ગોતાખોર નો સમૂહ સ્પોન્જ ની શોધ માં નીકળ્યા હતા. વાવાઝોડા ની સ્થિતિ ના કારણે તેઓ આ તુનિસિયા ટાપુ ની નજીક રોકાયા. તેઓ નીકળ્યા તો હતા સ્પોન્જ શોધવા પરંતુ અજાણતા જ તેઓ સદીઓ જૂના રહસ્ય ની એક કળી તરફ પહોંચી ગયા. એ રહસ્ય નું નામ છે એન્ટિકિથેરા યંત્રપ્રણાલી.
બોલવા માં પણ અઘરું ગણાતું આ નામ ખરેખર માં પણ તેટલું જ અઘરું છે. આ એન્ટિકિથેરા યંત્રપ્રણાલી ને સમજવા એક શતક કરતાં પણ વધુ સમય ગયો! વર્ષો ના પ્રયાસ બાદ તાજેતર માં જ આ યંત્ર પ્રણાલી નું ડિજિટલ મોડેલ બની શક્યું છે. એક પછી એક આ યંત્ર ને જોડી ને તે સમય જેટલું સુસંગત બનાવવા માં વૈજ્ઞાનિકો ને નાક માં દમ આવી ગયો. આ શ્રેષ્ઠ કક્ષા ના યંત્ર ને જોઈ ને આજ થી 2 હજાર વર્ષ પૂર્વે ની વૈજ્ઞાનિક સિદ્ધિ ની એક અતુલ્ય ઝાંખી જોઈ શકાય છે. હમેશા થી લગભગ એમ જ મનાયું છે કે પ્રાચીન સમય થી આધુનિક સમય સુધી આવતા વિજ્ઞાન અને મનુષ્ય નો વિકાસ થયો છે. પરંતુ જ્યારે પ્રાચીન સમય ના અવશેષો મળે છે ત્યારે તેને જોતાં તે સમય ના પારંગત મનુષ્યો ના બુદ્ધિ અને વિજ્ઞાન નો વિકાસ ઉપસી આવે છે.
પરંતુ ગ્રીસ ની નજીક ના મેડિટેર્રનિયન સમુદ્ર માં દુર્ઘટનાગ્રસ્ત આ જહાજ નું રહસ્ય શું છે? શું છે આ એન્ટિકિથેરા યંત્રપ્રણાલી જેને સમજતા શતક જેટલો સમય લાગી ગયો? શું પ્રાચીન મનુષ્યો વિજ્ઞાન માં એટલા વિકસિત હતા કે આજ ના વિજ્ઞાન ને પણ ઝાખું પાડી દે?
દરિયા ના 50 મિટર પેટાળ માં મળેલ એનાલોગ કમ્પ્યુટર!
હા, તમે સાચું જ વાંચ્યું! દરિયા ના 50 મિટર ઊંડા પેટાળ માં વર્ષો થી સચવાયેલ એનાલોગ કમ્પ્યુટર મળ્યું છે. એ આજ-કાલ ની વાત નથી, આ તો એક સદી પહેલા જ મળી ગયું હતું. જેમ આગળ જણાવ્યુ તેમ તેને સમજવા આટલો સમય નીકળી ગયો. આજ થી 2000 વર્ષ પૂર્વે જે ગ્રીક જતું જહાજ દરિયા માં ડૂબી ગયું હતું, તેના અવશેષો આજે પણ પેટાળ માં મળી આવે છે. વર્ષ 1900 માં સ્પોન્જ શોધવા નીકળેલા ગોતાખોરો ની નજર સૌપ્રથમ આ તૂટેલ જહાજ પર પડી. ત્યાર બાદ તો ગ્રીસ થી આખી ટીમ આ રહસ્ય પાછળ દોડતી થઈ. આ જહાજ મળ્યા ના 70 વર્ષ બાદ જેકસ કૌસ્તૌ નામના એક શોધકાર ને આ જહાજ વિશે અભ્યાસ કરવા નું આમંત્રણ મળ્યું. આ શોધકાર ને આ જહાજ માં કેટલાય પ્રાચીન વસ્તુઓ તથા ચાર મનુષ્ય ના અવશેષો મળ્યા. 70 વર્ષ બાદ પણ! આ અભ્યાસ એ રસપ્રદ વણાંક તો ત્યારે લીધો જ્યારે આ ભંગાર બની ગયેલ સદીઓ જૂના જહાજ માં કાંસા ની બનેલ એક પ્રણાલી મળી. આ વિશે ઊંડાણ માં ખોદકામ તથા અભ્યાસ બાદ જણાયું કે આ તો એક ખૂબ જ જટિલ યાંત્રિક પ્રણાલી છે! કાંસા ની ધાતુ થી બનેલ એક બીજા સાથે સંકળાયેલ ગિયર, જેની રચના સમજવા તો માથા ભમી ગયા.
તાજેતર માં યુનિવર્સિટી કોલેજ લંદન એ એવો દાવો કર્યો છે કે તે આખરે આ એન્ટિકિથેરા યંત્રપ્રણાલી ને સમજવા માં સફળ નીવડ્યા છે. આ યંત્ર પ્રણાલી સૂર્ય, ચંદ્ર અને અમુક ગ્રહો ની હિલચાલ માપી શકે છે! આટલું જ નથી પરંતુ તે સૂર્ય અને ગ્રહણ વિશે પણ આગાહી કરી શકે છે! વિવિધ ભવિષ્ય ની મહત્વ ની ઘટનાઓ ની તિથી પણ આ એન્ટિકિથેરા યંત્રપ્રણાલી રેકોર્ડ કરી આપશે! તેની યંત્ર રચના એવી રીતે બનાવેલી છે કે તે એક એનાલોગ કમ્પ્યુટર ની જેમ ગ્રહો અને અવકાશીય સ્થિતિઓ બતાવે છે. મેકેનિકલ એંજીન્યરિંગ નું આ એક અવ્વલ દરજ્જા નું ઉદાહરણ એટલુ રસપ્રદ છે કે યુનિવર્સિટી કોલેજ લંદન એ તેનું ડિજિટલ મોડેલ પણ બનાવ્યું.
હવે દરિયા ના પેટાળ માં આટલા વર્ષો સુધી પડ્યું રહેવા છતાં તેને ફરી બનાવવું શક્ય બન્યું છે. પણ રહસ્યમય બાબત એ છે કે તે સમયે આટલું વિકસિત અવકાશશાસ્ત્ર? આટલું વિકસિત એંજીન્યરિંગ? આ જહાજ અત્યારે તુર્કી પ્રદેશ એવું ત્યાર નું એશિયા માઇનર થી પરત ફરતું હતું. તો શું આ વિજ્ઞાન એશિયાખંડ થી ગ્રીસ લઈ જવાઈ રહ્યું હતું? કે પછી ગ્રીક લોકો વિજ્ઞાન માં એટલા વિકસિત હતા કે તેમના જહાજ આ અવકાશીય ઘટનાઓ ની ગણતરી કરતાં એનાલોગ કમ્પ્યુટર થી સજ્જ હતા?
ઈસવીસન પૂર્વે 2000 વર્ષ ના સમય માં ગ્રીક લોકો દ્વારા આ એશિયા માઇનર પ્રદેશ એનાટોલિયા નામ થી ઓળખાતો હતો. આ કાંસ્ય યુગ ની સિદ્ધિઓ તો ઇતિહાસ સાથે લુપ્ત થઈ ગઈ. પરંતુ તેના અવશેષો આજે પણ તે સમય ની ભવ્યતા ની ચાળી ફૂંકે છે.
તથ્ય કોર્નર
એન્ટિકિથેરા એક ગ્રીક ટાપુનું નામ છે. આ ટાપુ પાસેના સમુદ્રમાં મળેલ જહાજમાં હજુ પણ કેટલાયે અવશેષો શોધવાના બાકી છે!
#વાઇરલ કરી દો ને
એન્ટિકિથેરા યંત્રપ્રણાલીથી ચોઘડિયા નીકળે કે નહીં?
#ગ્રીક ચોઘડિયા