- ખેડૂતો અને વેપારીઓમાં કુતુહલ જોવા મળ્યું
- કેરીના બોક્સનો રૂ. 8510નો ભાવ બોલાયો
- બરડા ડુંગર વિસ્તારમાં ઉત્પાદિત થયેલ કેરી બજારમાં આવી
- ગયા વર્ષે કરતા આ વર્ષે વધુ પાક થવાની ધારણા
કેરી એ ઉનાળુ ફળ ગણાય છે અને ઉનાળામાં જ કેરી વેચાણ માટે બજારમાં આવતી હોય છે. પરંતુ આ વખતે વાતાવરણમાં બદલાવ કે પછી અન્ય કોઈ કારણોસર ઉનાળાને બદલે ભર શિયાળે આંબામાં કેરીનો ફાલ આવતા ખેડૂતોથી લઈને વેપારીઓ સહિત સૌ કોઈમાં ભારે કુતૂહલ સાથે આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. પોરબંદરમાં માર્કેટિંગ યાર્ડમાં શિયાળીની શરૂઆતમાં જ ઉનાળુ કેસર કેરીનું આગમન થયુ છે. ગીરની જેમ પોરબંદર જિલ્લાના બરડામાં કેસર કેરીનું ઉત્પાદન થાય છે. ત્યારે માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના એક બોક્સની આવક જોવા મળી હતી અને હરાજીમાં આ બોક્સનો રૂ. 8510નો ભાવ બોલાયો હતો.
જો તમારે કેસર કેરીનો સ્વાદ માણવો હોય તો ઉનાળાની રાહ જોવાની જરૂર નથી. કેમ કે હવે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં શિયાળીની શરૂઆતમાં જ ઉનાળુ કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે. રાજ્યમાં ગીરની જેમ પોરબંદર જિલ્લાના બરડામાં કેસર કેરીનું ઉત્પાદન થાય છે. ગત વર્ષની જેમ આ વર્ષ શિયાળાના સમયમાં કેસર કેરીની આવક જોવા મળી રહી છે. જોવા જઈએ તો રાજ્યમાં શિયાળાની કડકડતી ઠંડીની હજુ શરૂઆત થઈ નથી. તેવામાં ઠંડી પહેલાં જ પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના એક બોક્સની આવક જોવા મળી હતી અને હરાજીમાં આ બોક્સ નો રૂ. 8510નો ભાવ બોલાયો હતો.
કેરી એ ઉનાળુ ફળ ગણાય છે અને ઉનાળામાં જ કેરી વેચાણ માટે બજારમાં આવતી હોય છે. આ વખતે વાતાવરણમાં બદલાવ કે પછી અન્ય કોઈ કારણોસર ઉનાળાને બદલે ભર શિયાળે આંબામાં કેરીનો ફાલ આવતા કેરીના આંબા ધરાવતા ખેડૂતોથી લઈને વેપારીઓ સહિત સૌ કોઈમાં ભારે કુતૂહલ સાથે આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. નીલેશભાઈ મોરી એ એવુ જણાવ્યુ હતુ કે આ વર્ષે વાતાવરણ અનુકુળ છે અને વરસાદ પણ ખૂબજ વધુ માત્રામાં થયો છે તથા તેઓ તેમના આંબાવાડીયામાં દેશી ખાતરનો વધુ ઉપયોગ કરે છે.
તેથી સપ્ટેમ્બર મહિનામાં જ ફાલ આવી ગયો હતો. અને હાલમાં કેસર કેરી પાકી જતા પ્રથમ બોકસની હરરાજી પોરબંદરના માર્કેટીંગ યાર્ડ ખાતે નીતિન દાસાણીને ત્યાં થઇ હતી અને હરરાજીમાં 851 રૂપિયે કિલો લેખે 8500 રૂ. કેસર કેરીના બોકસના ઉપજ્યા હતા. નીતિનભાઈ દાસાણીએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે ગત વર્ષે શિયાળા દરમ્યાન કેરીની હરરાજી શરૂ થઇ હતી આ વખતે હજુ શિયાળો શરૂ થયો છે ત્યાં જ ફળોના રાજા કેરીનું આગમન થઇ ચૂકયુ છે અને શુક્રવારે દસ કિલો કેસર કેરીની આવક થઈ હતી. જે ભારત લેવલે કદાચ શિયાળા દરમ્યાન પ્રથમ વખત કેરીની હરરાજી થઇ હોવાનો આશાવાદ દર્શાવ્યો હતો અને તેમને ત્યાં કેરીનું બોકસ લાવવામાં આવતા ગુલાબની પાંદડીઓ વડે સ્વાગત કરીને આવકાર અપાયો હતો.
પોરબંદર જિલ્લાના ખંભાળા, બિલેશ્વર, આદિત્યાણા, હનુમાનગઢ સહિતના બરડા ડુંગરની ગોદમાં આંબાના બગીચા આવેલા છે. ઉનાળાના સમયમાં કેસર કેરીનું મબલખ ઉત્પાદન થાય છે. ત્યારે છેલ્લા બે વર્ષથી શિયાળાના સમયમાં કેસર કેરીનું ઉત્પાદન જોવા મળી રહ્યું છે. ગત વર્ષે જાબુંવતની ગુફા નજીક આવલા આંબાના બગીચામાં કેસર કેરી આવી હતી અને તેમને કેસર કેરીના બોક્સના રૂ.15,000 જેવો ભાવ મળ્યો હતો. પોરબંદર જિલ્લાના હનુમાન ગઢ, બિલેશ્વર, ખંભાળા તેમજ કાટવાણા અને આદિત્યાણા સહિતના ડેમ કાંઠે આવેલાં ગામોની જમીનને જાણે કે આંબાનો પાક માફક આવી ગયો હોય તેમ છેલ્લાં કેટલાંક વર્ષોથી અહીં મબલખ કેસર કેરીનું ઉત્પાદન થાય છે. પોરબંદર જિલ્લાના આ સ્થાનિક ગામોની કેસર કેરીની ગુણવત્તા અને ફળ મોટું હોવાથી સ્થાનિક બજારમાં તેની ભારે માંગ રહેતી હોય છે.
અહેવાલ: અશોક થાનકી