તમે ડોલ્ફિનને સમુદ્રના પાણીમાં રમતા જોઈ જ હશે, પરંતુ શું તમે ક્યારેય ગુલાબી રંગની ડોલ્ફીન જોઈ છે? આજકાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં  ગુલાબી ડોલ્ફિનને સમુદ્રમાં રમી રહી છે. તેને જોતાં જ તમે પણ તેનાથી આકર્ષિત થઈ જશો. ગુલાબી ડોલ્ફિનની જાતોને ઈન્ટરનેશનલ યુનિયન ફોર કંઝર્વેશન ઓફ નેચર દ્વારા “અતિસંવેદનશીલ” જીવ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે.

હવે તમે કહેશો કે આમાં દુર્લભ શું છે, આવા દ્રશ્યો ઘણીવાર સમુદ્રમાં જોવા મળે છે. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક ગુલાબી ડોલ્ફિન સમુદ્રમાં કલબાજી કરતી જોવા મળી રહી છે. આ ગુલાબી રંગની ડોલ્ફિન ભાગ્યે જ જોવા મળે છે. એટલા માટે લોકો દરિયામાં ગુલાબી ડોલ્ફીન જોઈને ખુશ થઈ ગયા છે. ગુલાબી ડોલ્ફિનનો આ દુર્લભ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો IFS અધિકારી સુશાંત નંદાએ શેર કર્યો છે. તેણે તેના કેપ્શનમાં લખ્યું છે કે જો તમે ગુલાબી ડોલ્ફીન ક્યારેય જોઈ છે ? આ વિડીયો પોસ્ટ કર્યા બાદ લોકો તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો 26 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 3 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.