જામનગર જીલ્લામાં કોરોના મહામારી દિન પ્રતિ દિન વધતી જાય છે, અને દર્દી ની સંખ્યા માં પણ વધારો થતો જાય છે ત્યારે જામનગરના તબીબીએ આજે પીપીઇ કીટનો ખુલ્લેઆમ રસ્તા પર કચરામાં જોવા મળી છે.
જામનગરના સુમેર કલબરોડ પર જાહેર માં કચરા માં પીપીઇ કીટ જોવા મળી હતી આ કીટનો ઉપયોગ કર્યા બાદ આ કીટને સરેઆમ રોડ પર ફેકવામાં આવતા ચિંતાનો વિષય બન્યો છે એક તરફ કોવિડ-૧૯ કેસની સંખ્યા માં વધારો થાય છે ત્યારે તબીબો દ્વારા બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ ન કરતાં જોખમી કીટ ઉકરડામાં ફેકતા ચિંતા જનક બાબત ગણી સકાય છે આ કીટને મહિલા કોંગ્રેસના પ્રમુખ રંજનબેન ગજેરા દ્વારા કચરામાં પડેલી કીટ પકડી પાડવામાં આવી હતી.
આ તકે તેમણે જણાવ્યુ હતું કે આ તો એક જ જ્ગ્યાએ કચરામાં જોવા મળતો તંત્રનો બેદરકારીનો નમૂનો છે સમગ્ર શહેરમાં આવા કેટલીય જગ્યા પર તંત્રના બેદરકારીના નમૂના જોવા મળે છે બે જવાબદાર તંત્ર ક્યારે શહેરની સ્વચ્છતા અને બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ યોગ્ય રીતે કરશે? તેવા પ્રશ્ર્નો ઉઠે છે.