બેંકના નામે ફ્રોડ ફોન કોલ કરી કેવી રીતે હેકરો નાણા ખંખેરી રહ્યાં છે !
‘બેંકમાંથી વાત કરું છું, તમારા ક્રેડિટ કાર્ડની અવધી પૂર્ણ થનાર છે, જેના માટે મને તમારા સીવીસી કોડની જ‚ર પડશે તેથી હું તમારા કાર્ડને અપડેટ કરી શકીશ’ આ પ્રકારના ફ્રોડ કોલ્સ અવાર-નવાર લોકોને આવતા હોય છે. હેકરોએ લૂંટણખોરીની નવી રીત અપનાવી લોકો સાથે ઠગાઈનો વેપાર માંડયો છે. ત્યારે સુરતના આઈજીની પત્નીને પણ બ્રેક ફ્રોડ કોલે છેતરતા ૧.૩૭ લાખમાં ઉતરી ગયા છે.
સુરતના આઈ.જી.ની પત્ની ડો.શાલીની રાજકુમાર જેવી શિક્ષીત મહિલાને પણ બેંક ફ્રોડ કોલે છેતરતા સાઈબર ક્રાઈમમાં તેણે ફરિયાદ નોંધાવી હતી. શાલીનીને તેના બેંક ખાતા અંગે વિગતો અને ઓટીપી લીંક શેયર કરવાનું કહેતા તેણે વિગતો આપી અને ત્યારબાદ બેંક એકાઉન્ટમાંથી ૧.૩૭ લાખ રૂપિયા છનનન… થઈ જતાં તેમણે બાદમાં પુરતી તપાસ હાથ ધરી એફઆઈઆર પણ નોંધાવી હતી.
*શરૂઆત બેંકના નામના એક ફોન કોલથી થાય છે. ફ્રોડ કરનાર તમને પોતે બેંકનો પ્રતિનિધિ હોવાનું જણાવી વિશ્ર્વાસ મેળવી લે છે.
*ફોનકોલને સાચો બતાવવા માટે તે વ્યક્તિનું નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર જેવી માહિતી પહેલેથી જ મેળવી લેવામાં આવે છે.
*સામાન્ય રીતે આ પ્રકારના ફોનકોલ લેન્ડલાઈન નંબર પરથી કરવામાં આવતા હોય છે તેથી તે અધિકૃત હોવાનું માની શકાય તેવું વાતાવરણ ઉભુ કરવામાં આવે છે.
*છેતરપિંડી કરનાર સૌપ્રથમ તો તમને તમા‚ કાર્ડ બ્લોક થવાનું છે તેવી વાત કહીને ડરાવવાની કોશીષ કરે છે. અથવા તો ક્રેડીટ કાર્ડ માટે રીવોર્ડ પોઈન્ટ મળ્યા છે તેમ કહી લોભામણી વાતો દ્વારા ધ્યાન આકર્ષીત કરે છે.
*તમારૂ ધ્યાન ખેંચવા માટે ક્રેડીટ અથવા ડેબીટ કાર્ડને અપગ્રેડ કરવાથી લઈ ચીપ નાખવા સુધીની વાતો કરે છે.
*ગ્રાહકોના ડેબીટ કાર્ડના આઈડી તેમજ વિગતો માંગીને કહે છે કે, તેઓ પોતે કાર્ડ અપગ્રેડ કરી આપશે તમા‚ કાર્ડ બંધ થશે નહીં.
*ફોન કરનાર વ્યક્તિ ત્યારબાદ તમારા મોબાઈલ પર આવેલ ઓટીપી માંગે છે.
*આ તમામ પ્રક્રિયા બાદ તેઓ તમારૂ બેંક અકાઉન્ટના પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા કરે છે અને સંપૂર્ણ રીતે બેંકના ખાતાને હાઈજેક કરે છે.
*આ સમગ્ર પ્રક્રિયાની જાણ લોકોને તાત્કાલીક ન થાય તેના માટે નાના-નાના ટૂકડામાં વિવિધ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે જેથી તેમને પકડી શકવા મુશ્કેલ બને છે.
આ પ્રકારના બેંક ફ્રોડકોલ લોકોને છેતરી રહ્યાં છે. આજે પણ કેટલાક શિક્ષીત તેમજ અશિક્ષીત લોકો પણ આ પ્રકારના હેકરોના સકંજામાં ફસાઈ જતા હોય છે અને તેને બાદમાં ખ્યાલ પડતો હોય છે કે, તેમના બેંક અકાઉન્ટમાં તો પૈસા જ ગાયબ કરી લેવાયા છે તો આ પ્રકારના હેકરો અને ઓનલાઈન ફ્રોડથી સાવધાન રહે જો હો…
આપણે જયારે બેંકમાં જઈએ છીએ ત્યારે બેંકના કર્મચારીઓ કહે છે કે, બેંક દ્વારા કોઈપણ કસ્ટમરને કયારેય પણ ફોન કોલ્સ કરવામાં આવતો નથી. બેંકના નામથી છેતરતા ફ્રોડ કોલ લાખોની ઠગાઈ કરતા હોવાની ઘટનાઓ આજે પણ બને છે. જો શિક્ષીત લોકો પણ આ પ્રકારની છેતરપિંડીનો ભોગ બનતા હોય તો તેની સામે સાવચેતી રાખવાની ખૂબજ જરૂર છે.જો તમને પણ આ પ્રકારે બેંકના નામે કોઈ ફ્રોડ કોલ આવે તો તે કઈ રીતે વિગતો માંગી નાણા ખંખેરી લે છે તેની પણ વિવિધ રીતો છે. ઈન્ટરનેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ પ્રસિધ્ધ બની રહ્યાં છે પરંતુ તેનાથી સૌથી વધુ જોખમ છેતરપિંડીનું બને છે.