રાજકોટમાં થર્ડ આઈ પ્રોટેક્શનની સુવિધા આપવામાં આવી છે. ઠેર ઠેર સીસીટીવીની નિગરાની છે. આ સીસીટીવીનો ખરો ઉપયોગ તો ટ્રાફિક પોલીસે જ કર્યો હોય તેમ લાગી રહ્યું છે કારણ કે રાજકોટમાં છેલ્લા પાંચ વર્ષમાં ટ્રાફિક પોલીસે ધડાધડ ઈ-મેમો ફટકારીને 180 કરોડનો દંડ વસુલ્યો છે.
મળતી માહિતી મુજબ 23 લાખ ઈ- મેમો પેન્ડિંગ છે. ૧૮૦ કરોડનો દંડ રાજકોટની જનતાને ફટકારવામાં આવ્યો છે ત્યારે આશ્ચર્યની બાબત એ છે કે આ દંડની લીસ્ટમાં એક પણ સરકારી વાહન નથી એટલે કે એક પણ સરકારી વાહનને ઈ-મેમો ફટકારવામાં આવ્યો નથી. આ વાત સાંભળતા જ આશ્ચર્ય થશે. પરંતુ આ ઘટના બાદ તંત્ર પર સવાલ ઉઠ્યા છે. શું આ તંત્રની બેદરકારી છે કે સરકાર અને અધિકારીઓ મળેલા છે ?
અત્રે ઉલ્લેખનીય છે કે આજ રોજ તેમને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં રંગીલા રાજકોટની રંગીલી જનતાના ઈ-મેમો વિશે માહિતી આપવામાં આવી હતી.