એક સમયે ભારતવર્ષમા સંસ્કૃત જ બોલાતું હતુ. અને એ જ જનભાષાનુ માધ્યમ રહ્યું હશે. આજના સમયમા કર્ણાટક રાજ્યના શિમોગા જિલ્લાનું માત્ર એક જ “મત્તૂરુ” સંસ્કૃત ગામ છે. જે ગામ તુંગા નદીના કિનારે વસેલું છે. આશરે આ ગામની વસ્તી 2087 છે. જે ગામમાં દરેક જાતિના વ્યક્તિઓ વસે છે. જ્યાં બાળકથી આરંભીને ઘરના વડીલ સુધીના તમામ સભ્યો સંસ્કૃતમા બોલે છે.
જોકે તેઓની રાજભાષા કન્નડ હોવા છતાં પણ વાગ વ્યવહાર તો સંસ્કૃતમા કરવામાં આવે છે. આટલું જ નહીં આ ગામના ઘણા ખરા સભ્યો શહેરમાં ડોક્ટર,એન્જિનિયર તથા પ્રોફેસરના પદ પર પોતાની સેવા આપી રહ્યા છે. જે ગૌરવની વાત છે. પણ આજ કાલ તો ફક્ત મોટા મોટા મંચોથી ભાષણના સમયે “મત્તૂરુ” ગામનું ઉદાહરણ દેવામાં આવે છે પણ એનાથી સંસ્કૃત જનભાષા નહીં બને તે માટે આપણે સ્વયં એક એક ઘરની જવાબદારી લેવી પડશે જેની જવાબદારી મે સ્વયં લીધી છે.
તેના આધારે આપને સૂચિત કરુ છું. આપણે આપણા ગામને સંસ્કૃત ગામ કરવા માટે ક્યારેય યોગ્ય પ્રયાસો કર્યા ? નહીં બસ પદ મળતાં જ “કૃતસ્ય પ્રતિકર્તવ્યમ એષ ધર્મ: સનાતન:” આવી શાસ્ત્ર આજ્ઞાને ભૂલીને અર્થોપાર્જનમા લાગી ગયા છીએ.
આજ થી જ સંકલ્પ કરીએ કે યથા મતિ અનુસાર સંસ્કૃત ભાષાને વાગ વ્યવહારમા લાવીશું. અને દરરોજ એક નવો સંસ્કૃત શબ્દ જાણીશું અને બીજાને જણાવીશું. જો કે જીજ્ઞાસુઓ તો પોતાના કાર્યના આરંભથી અંત સુધી લાગ્યા રહે છે. આટલું કરીશું તો એક સમયે આપણા ગામને સંસ્કૃત ગામ થતા કોઈ રોકી નહીં શકે. તેમ સેન્ટ્રલ સંસ્કૃત યુનિ.ના પ્રાચ્ય ઋષિ કુમાર મહર્ષિ ગૌતમ દવેએ જણાવ્યું છે.