તાજેતરમાં વિધાનસભાના ચાલુ સત્ર દરમ્યાન અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા ધાનાણી દ્વારા એક ચર્ચા દરમ્યાન એવો ચોંકાવનારો આક્ષેપ કરાયો હતો કે રાજયભરની વ્યાજબી ભાવથી દુકાનોમાં ૧૦૦ ટકા અનાજનું વિતરણ જે થઇ રહ્યું છે તેમાં ભ્રષ્ટાચાર કર્મચારીઓથી પણ વ્યાજબી ભાવના દુકાનદારો સાથે મીલી ભગત છે. અને રાષ્ટ્રીય સંત એવા પૂ. મોરારીબાપુ જેવા પવિત્ર સંત ના નામે પણ કાળાબજારીયાઓ ખોટા બીલો બનાવી સકારી અનાજનો ઉલાળીયો કરી જાય છે. આવા ગંભીર આક્ષેપો થયા પછી સરકાર જાગી હતી અને રાજયભરના કલેકટરઓને વ્યાજબી ભાવની દુકાનોમાં સરપ્રાઇઝ ચેકીંગ કરવાની સુચનાઓ અપાઇ હતી. એ અનુસંધાને રાજયભરમાં અને સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી સહીતના જીલ્લાઓમાં જે તે કલેકટર ની સીધી દેખરેખ નીચે સરપ્રાઇઝનો ચેકીંગની ઝુંબેશ સૌરાષ્ટ્રના મોટાભાગના જીલ્લાઓમાં હાથ ધરવાની કામગીરી શરી થઇ હતી.

રાજુલા ખાતે નાયબ કલેકટર ડાભી, મામલતદાર ચૌહાણ અને સ્ટાફ દ્વારા પોલીસને સાથે રાખી શહેરમાં આવેલ સસ્તા અનાજની દુકાનોમાં સરપ્રાઇઝ ચેકીંગ કરવાની કામગીરી છેલ્લા ત્રણ દિવસથી હાથ ધરાઇ હતી. અને આ થઇ રહેલી કામગીરી અંગે સરકારી તંત્ર મૌન સેવતું હતુ. આ તપાસ દરમ્યાન શાંતુબેન લાલભાઇ નામના સસ્તા અનાજની દુકાને ચેકીંગ દ્વારા ધરાયું તો તેમાં ઘણી મોટી ધાલમેલ થયાનું તપાસનીસ અધિકારીઓના ઘ્યાને આવતા આ દુકાનનો સંચાલક શૈલેષ સરવૈયા (દુકાનદારનો પુત્ર) ની પુછપરછ કરતા તેમજ પાસેથી યોગ્ય જવાબ

રેવન્યુ ડીપાર્ટમેન્ટના અધિકારીઓને ન મળતા સાથે રહેલા રાજુલાના ઇન્ચાર્જ પી.આઇ. ડોડીયાએ ત્રીજુ નેત્ર ખોલતા શૈલેષે કરેલી ભુલો સ્વીકારી હતી અને તેમની પાસે તેમની ઓફીસ કે જે રાજુલા માર્કેટીંગ યાર્ડના શોપીંગ સેન્ટરમાં આવેલી છે. ત્યાં તે દુકાનનું દફતર રાખતો હોવાનું કહેતા તપાસનીસ ટીમ પોલીસ કાફલા સાથે યાર્ડ ખાતે આવેલી તેમની ઓફીસ ચેક કરતા ત્યાંથી એ.સી.માં રાખેલું ૩પ૦ ટીબીની ક્ષમતા ધરાવતું સરવર ઝડપાતા તપાસનીસ અધિકારીઓ સહીતના સૌ કોઇ ચોંકી ગયા હતા અને જીલ્લા કલેકટરને જાણ કરાતા જીલ્લા કલેકટરે આ અંગેની આગળની તપાસ કરવા જીલ્લા પોલીસ વડા નીલીખસરને જણાવતા હવે આ કેસમાં પોલીસ તંત્ર પણ જોડાયું છે. અને આ યંત્રને બીટકોઇન કે અન્ય પ્રવૃતિઓના ઉપયોગમાં લેવાય છે કે કેમ? તે અંગે એસ.પી. નિલીખરાય ના સીધા માર્ગદર્શન તળે જીલ્લાની એલ.સી.બી. , એમ.ઓ.જી., એફ.એસ.એલ અને સ્થાનીક પોલીસ દ્વારા ધનિષ્ઠ તપાસ હાથ ધરાય છે. રાજુલામાં સરવરના સંચાલક સહીત ૧ર શખ્સો સામે સાઇબર ક્રાઇમ હેઠળ ગુન્હો દાખલ થઇ રહી હોવાનું જણાવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.