સામાજિક અગ્રણી સુરજભાઈ ડેર તથા શેર વિથ સ્માઈલના ઉપક્રમે
અનુભવી તજજ્ઞો દ્વારા સારવાર: કેમ્પના પ્રતિનિધિઓએ ‘અબતક’ની લીધી મુલાકાત
યુવા સામાજીક અગ્રણી સુરજભાઈ ડેર તેમજ શેર વિથ સ્માઈલ (એન.જી.ઓ) ના સંયુકત ઉપક્રમે રવિવારના સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી શાળા નં. ૯૩, મૌકાજી સર્કલ, નાના મવા મેઈન રોડ ખાતે નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે. આ કેમ્પનાં વધુને વધુ દર્દીઓ લાભ લે તેની માહિતી આપવા માટે કેમ્પના સેવાભાવીઓ ‘અબતક’ની મુલાકાતે આવ્યા હતા.
શરીરના દુખાવાઓ તેમજ સાઘાઓના દુખાવો જેવી ફિઝીયોથેપરાપીને લગતી બિમારીઓ માટે હરિવંદના ફિઝીયોથેરાપી સેન્ટર દ્વારા, બાળકોને લગતા તમામ બાળરોગોના નિદાન માટે અનુભવી નિષ્ણાંત ડો. નયન કાલાવડીયા, ડો.મહેન્દ્ર રાઠોડ, ડો. રાકેશ ગામી, ડો.બંસી મણવર, ડો. હિના પડીયા, ડો. તન્વી સંપત, ડો. વિરાજ સચ્ચદેવ, સ્ત્રીઓને લગતી તમામ બિમારીઓના નિદાન માટે સ્ત્રીરોગ નિષ્ણાંત ડો.મૌલીક મોરી આંખોને લગતી તમામ બિમારીનું નિદાન માટે અનુભવી નિષ્ણાંત ડો.ઓમ પટેલ તેમજ ધર્મરાજ ગોહીલ તથા તાવ, શરદી, ઉધરસ, ફેફસા તેમજ કિડની જેવી સામાન્ય બિમારીના નિદાન માટે જનરલ ફિઝીશયનના નિષ્ણાંત ડો. વિરૂત પટેલ સહિતના તબીબો સેવા આપશે. સર્વ રોગ નિદાન કેમ્પમાં અત્યાઆધુનિક મશીન દ્વારા આંખના નંબર તપાસવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.
આ સર્વરોગ નિદાન કેમ્પમાં સુરજભાઈ ડેર તથા સામાજિક અગ્રણી દાતાઓ દ્વારા કૃપોષિત બાળકોને ‘પોષણયુકત’ કીટ એક વર્ષ સુધી દર મહિને આપવામાં આવશે તથા દિકરીઓના જન્મદરને વધાવવા માટે નવજાત દિકરીઓને ‘ બોર્નબેબી કીટ’ આપવાનો કાર્યક્રમ પણ આ કેમ્પ સાથે સુરજભાઈ ડેર દ્વારા રાખવામાં આવેલ છે. આ કેમ્પમાં રાજકોટના રાજકીય, સામાજીક અને વિવિધક્ષેત્ર મહાનુભાવો પણ આ સેવાકીય કાર્યક્રમમાં હાજરી આપશે.
આ સમગ્ર કેમ્પને સફળ બનાવવા માટે કેયુર રૂપારેલ, નિખિલ પોપટ, રોહિત રાજપુત, માનવ સોલંકી, પ્રકાશ વેજપરા, સુધીર પરમાર, જયદિપ અકબરી, પ્રિન્સ પટેલ, અભિતલાટીયા, મીત બાવરીયા, હર્ષ આશર, મોહિલ ડવ, વિપુલ તારપરા, હેરશ હિરપરા, કિશોર વાગડીયા, અશોક બંધિયા, ભગીરથસિંહ જાડેજા, જયેશ ટાંક, ધવલ પાંભર, હિરેનભ લીંબાસીયા, અભય કટારીયા સહિત જહેમત ઉઠાવી રહ્યા છે.