રાજકોટમાં સોનાના નામે લોકોને નકલી સોનું ધાબડી દેવાય છે.જેને કારણે સામાન્ય લોકો છેતરપિંડીનો ભોગ બને છે. સોનાના દાગીના પર હોલમાર્કિંગ હોવું ફરજિયાત છે. ત્યારે હોલમાર્કિંગ સેન્ટરો પર મુંબઈ BSC ની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
BSC ના અધિકારીઓના જણાવ્યા અનુસાર આખા દેશના કોઇ પણ ખૂણેથી હોલમાર્કિંગ સેન્ટર પર આ પ્રકારે ચેકિંગ કરી શકાય છે. બુધવારે મુંબઈ ટીમના 6 અધિકારીએ તપાસ કરી હતી. જેમાં બંસી હોલમાર્ક, પ્રિન્સ હોલમાર્ક, અને રાજકોટ હોલમાર્ક સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા હતા. ચેકિંગ દરમિયાન શંકાસ્પદ બાબતો જણાતા કેટલાક દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. આ ત્રણેય સેન્ટરો ખોટા હોલમાર્કિંગ કરી અપાતા હોવાની ફરિયાદ મળી હતી.જેના આધારે આ દરોડા પાડવામાં આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર જો કોઇ શંકાસ્પદ બાબતો હશે તો લાઇસન્સ રદ થવા સુધીના પગલાં લેવામાં આવશે.