સરગમ ક્લબના ગુણવંતભાઇ ડેલાવાળાના જન્મદિવસ નિમિત્તે યોજાયો નિ:શૂલ્ક સર્વરોગ નિદાન કેમ્પ વિવિધ તબીબી ક્ષેત્રોના ૮૦ થી વધુ નિષ્ણાંતો ઉ૫સ્થિત રહ્યા: મોટી સંખ્યામાં દર્દીઓએ લીધો લાભ

અબતક, રાજકોટ: રાજકોટ ખાતે સરગમ કલબ તથા બાન લેબના સંયુકત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ સરગમ કલબના ગુણવંતભાઇ ડેલાવાળાના જન્મદિવસ પ્રસંગે દર વર્ષની જેમ આ વર્ષે પણ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આ નિદાન કેમ્પમાં દર્દીઓને નિ:શુલ્ક દવા વિતરણ, એકસ-રે , સોનોગ્રાફી, જયારે જરુરીયાત મંદ દર્દીઓનો નિ:શુલ્ક ઓપરેશન પણ કરી આપવામાં આવશ. વધુમાં આ નિદાન કેમ્પમાં ૮૦ જેટલા નામાંકિત તબીબો ઉ૫સ્થિત રહી દર્દીઓનું નિદાન કર્યુ હતું. આ સર્વરોગ નિદાન કેમ્પમાં ગુજરાત રાજયના કુંવરજીભાઇ બાવળીયા ખાસ ઉ૫સ્થિત રહી સરગમ કલબ અને ગુણવંતભાઇ ડેલાવાળાની કામગીરી બીરદાવી હતી.

 છેલ્લા ર૦ વર્ષથી સફળતાપૂર્વક નિદાન કેમ્પ યોજાઇ છે: કુંવરજીભાઇ બાવળીયા

vlcsnap 2019 09 16 09h01m38s57

કુંવરજીભાઇ બાવળીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટમાં વર્ષોથી સેવા કાર્ય સાથે જોડાયેલા સરગમ કલબ તથા તેમની ટીમ તરફથી છેલ્લા ૨૦-૨૨ વર્ષથી આ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાઇ છે. આ કેમ્પમાં દરેક રોગનું નિદાન વિનામૂલ્યે તથા દવા પણ વિનામૂલ્યે અપાઇ છે. અહીં મોટી સંખ્યામાં લોકો આ કેમ્પનો લાભ લેવા આવ્યા છે. તથા આયોજકો દ્વારા પણ સારી વ્યવસ્થા કરવામાં આવેલ છે. ગુણુભાઇના જન્મદિવસ નીમીતે યોજાયે આ સર્વરોગ નિદાન કેમ્પમાં આવેલ ડોકટરનો આભાર વ્યકત કરૂ છું.

 નામાંકિત ડોકટરોને બોલાવી ખુબ મોટું સેવાનું કાર્ય થયું: કમલેશ મીરાણી

vlcsnap 2019 09 16 09h02m03s50

કમલેશભાઇ મીરાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરગમ કલબ દ્વારા આયોજીત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન ખુબ સારુ ે સમાજે મને આપ્યું છે અને હું સમાજને કાંઇક આપું છું એવા ભાવ સાથે ગુણવંતભાઇ આવા સારા કામો કરતા રહે છે. રાજકોટ સેવછાનું હબ કહેવાયા રાજકોટમાં ઘણી સામાજીક સંસ્થાઓ સેવાના ભાવ સાથે કામો કરે છે. ત્યારે જે ડોકટરોની મોંધી ફ્રી ભરીને પણ મળવાની રાહ જોવી પડે છે. તેવા નામાંકિત ડોકટરોને અહી બોલાવી ખુબ મોટું સેવાનું કાર્ય કર્યુ છે.

દર વષે ૧૮૦૦ થી ૨૦૦૦ દર્દીઓ કેમ્પનો લાભ લ્યે છે: ગુણવંતભાઇ

vlcsnap 2019 09 16 09h02m11s128

ગુણવંતભાઇ ડેલાવાળા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરગમ કલબ છેલ્લા રર વર્ષથી આ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરે  છે. જેમાં ૩૮ જાતના રોગોનું નિદાન થાય છે. રાજકોટના નામાંકિત ૮ર જેટલા ડોકટરો અહિ સેવા આપવા આવ્યા છે. મારા જન્મદિવસ નીમીતે આ કેમ્પનું આયોજન કરાઇ છે. અહિં દર્દીઓને દવા, સારવાર તથા લેબોરેટરી બધુ વિનામૂલ્યે કરવામાં આવે છે. દર વર્ષ ૧૮૦૦ થી ૨૦૦૦ જેટલા દર્દીઓ આ કેમ્પમાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.