રાજકોટની ગરમીમાં સેટ થવા ગુજરાત લાયન્સની ટીમ બપોરે નેટ પ્રેકટીસ કરશે: બીજી એપ્રિલે પ્રેકટીસ મેચ
આગામી પાંચમી એપ્રિલથી આઈપીએલની ૧૦મી સિઝનનો આરંભ થઈ રહ્યો છે ત્યારે ગુજરાત લાયન્સની અડધી ટીમ હોમ ગ્રાઉન્ડ રાજકોટમાં આવી પહોંચી છે. ટીમના સુકાની સુરેશ રૈના, ફાસ્ટ બોલર પ્રવિણ કુમાર અને જકાતીનું આવતીકાલે રાજકોટમાં આગમન થશે. આજે બપોરે ગુજરાત લાયન્સની ટીમ ખંઢેરી સ્ટેડિયમ ખાતે નેટ પ્રેકટીશ કરશે અને બીજી એપ્રિલના રોજ પ્રેકટીસ મેચ રમશે.
ગુજરાત લાયન્સની ટીમના સભ્ય ઈશાન કિશન, સિવીલ કૌશિક, પ્રદિપ સાંગવાન, બાસીલ થમ્પી, નથુ સિંગ, મનપ્રીત ગોની, મુનાફ પટેલ, જયદેવ શાહ, સુભમ અગ્રવાલ, તેજસ બારોકા ઉપરાંત ટીમ મેનેજર અલી હામીદ, આસિસ્ટન્ટ કોચ સિતાંશુ કોટક, મહમદ કૈફ, ફઝીયો શૈફ નકવી અને ટ્રેનર આદ્રીયન ડી ૨૬મીએ રાજકોટ આવી પહોંચ્યા છે. જયારે
સુકાની સુરેશ રૈના, ફાસ્ટ બોલર પ્રવિણ કુમાર અને જકાતી આવતીકાલે રાજકોટ આવશે.
ગુજરાત લાયન્સના હેડ કોચ બ્રેડ હોગ, બોલીંગ કોચ હીથ સ્ટીક ૩૧મી માર્ચે ડવેન સ્મીથ, જેન્સ ફોકનર, જેશન રોય એન્ડુ ટાય, ચિરાગ સુરી, પ્રથમ સિંગ, અક્ષદીપનાથ, શેલી સૌમ્યાનું ૧લી એપ્રિલના રોજ રવિન્દ્ર જાડેજા અને બ્રેડન મેકુકલમનુ બીજી એપ્રિલના રોજ જયારે એરોન ફીન્ચનું ૩ એપ્રિલના રોજ રાજકોટમાં આગમન થશે. દિનેશ કાર્તિક, ધવલ કુલકર્ણી અને ડવાયન બ્રેવો કયારે રાજકોટ આવશે તે હજી નકકી થયું નથી.
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો આરંભ થઈ ગયો છે ત્યારે વાતાવરણમાં સેટ થવા માટે ગુજરાત લાયન્સની ટીમ બપોરના સમયે નેટ પ્રેકટીશ કરશે. આજે ગુજરાતની ટીમે બપોરે ૩ થી ૬ કલાક દરમિયાન નેટ પ્રેકટીસ કરી હતી. જયારે ૩૧મી માર્ચના રોજ બપોરે ૪ થી ૭ વાગ્યા સુધી પ્રેકટીસ કરશે. બીજી એપ્રિલના રોજ ટીમ પ્રેકટીસ મેચ રમશે અને ૩ એપ્રિલના રોજ ફરી નેટ પ્રેકટીશ કરશે.
રાજકોટમાં ૭મી એપ્રિલના રોજ ગુજરાત લાયન્સ અને કોલકતા નાઈટ રાઈડર્સ વચ્ચે પ્રથમ મેચ રમાશે અને રાજકોટમાં કુલ પાંચ મેચ રમાશે.