બગીચામાં રમત-ગમતના નવા સાધનો મુકાશે: વેકેશનમાં બાળકો મોજ માણી શકશે
સુરેન્દ્રનગર જિલ્લામાં સમગ્ર જિલ્લા વિસ્તારમાં આવેલા ફક્ત એક માત્ર બગીચો હોય તો તે ટાગોર બાગ બગીચો છે ત્યારે સુરેન્દ્રનગર વાસીઓને સારોએવો બગીચો મળી રહે છે માટે સરકાર તમામ પ્રકારના પ્રયત્નો કરીને આ બગીચો કે સુરેન્દ્રનગર જીલ્લાનું હદય ગણવામાં આવે છે ત્યારે આ બગીચાનો વિકાસ અને વિસ્તૃતિકરણ થાય અને જિલ્લાની જનતાને એક સારો એવો બગીચો મળી રહે તે માટે સરકાર દ્વારા આ બગીચામાં આવેલા રમત-ગમતના સાધનોના નવીનીકરણ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરીને આ બગીચાનો વિકાસ થાય અને સુરેન્દ્રનગર જિલ્લાની જનતાને અને બાળકોને સારોએવો બગીચા મળી રહે તે માટેના પ્રયત્ન જારી કર્યા હતા.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો એક માત્ર ટાગોર બાગ બગીચો તે તળાવના કાઠે અને વિસ્તૃત જગ્યા માં ફેલાયેલો છે અને આ ટાગોર બાગ બગીચામાં અંદાજિત ચાર ભાગમાં વહેંચવામાં આવ્યો છે આ બગીચામાં નિર્માણ સમયે રાશિ વન અને ૨૫ જેટલા ફુવારાઓ બાંકડાઓ અને સ્ટ્રીટ લાઈટો અને રમત-ગમતના સાધનોની વ્યવસ્થિત રીતે ગોઠવણ થાય તે મુજબ જગ્યા ફાળવવામાં આવી હતી એમાંથી અમુક કામો ૨૦૦૫માં પુરા પણ કરવામાં આવ્યા હતા એ કામો બાકડા અને રમત-ગમતના અમુક સાધનો બગીચાઓમાં મુકવામાં આવ્યા હતા.
ત્યારે હાલમાં બગીચાની પરિસ્થિતિ અત્યંત કફોડી બની હતી ત્યારે આ બગીચામાં આવેલા બાંકડાઓ આજુબાજુની દીવાલો અને વૃક્ષો અને અનેક બગીચાઓની વસ્તુઓ અને ખાસ કરીને રમત-ગમતના સાધનો અત્યાર બિસ્માર હાલતમાં બનતા સરકાર દ્વારા ગુજરાત ટુરિઝમ વિભાગ અને અન્ય લાગતા-વળગતા ખાતા દ્વારા આ બગીચાની મરામત અને સુરેન્દ્રનગર જિલ્લાની જનતા અને બાળકોને સારોએવો બગીચો મળી રહે તે માટે આ બગીચા ના અધુરા કામો પૂર્ણ કરવા માટે અને રમતગમતના નવા સાધનો જિલ્લાના બાળકોને મળે તે માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આ બગીચા પાછળ ફાળવવામાં આવી હતી
ત્યારે હાલમાં બગીચા માં અંદાજિત ૧૫ થી વધુ ફુવારો આવેલા છે અને આ ફુવારાનું વ્યવસ્થિત રીતે ૨૦૦૫ની સાલમાં બાંધકામ કરીને જિલ્લાની જનતાને રાત્રી દરમ્યાન તળાવકાંઠે સારો એવો નજારો જોવા માટે તે માટે ૧૫થી વધુ ફુવારાઓનૂ લાઇટિંગ સાથે નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારે હાલમાં ૧૫ ફુવારાઓ અત્યંત બિસ્માર હાલતમાં બન્યા છે અને આ ૧૫માંથી એક પણ ફુઆરો હાલમાં ચાલુ નથી.
આ ટાગોર બાગ બગીચામા ૧૨ રાશિઓ માટે રાશિ વૃક્ષ થી સુરેન્દ્રનગર જિલ્લાની જનતા અને નાના બાળકોને રાશિ વિશે વિગત મળી રહે તે માટે ૨૦૦૫ ની સાલમાં રાશિ વૃક્ષો માટે પણ ૧૨ જેટલા વ્યવસ્થિત રીતે નવનિર્મિત પામેલ જગ્યા મૂકવામાં આવી હતી જે હાલમાં કરોડો રૂપિયાની બગીચા રીનોવેશન માટેની ગ્રાન્ટ ગુજરાત ટુરિઝમ અને સરકાર દ્વારા ફાળવવામાં આવી છે ત્યારે આ કરોડો રૂપિયા લઈને પણ હજુ સુધી ટાગોર બાગ બગીચામાં રાશિ વૃક્ષ એક પણ નથી.
ટાગોર બાગની સકલ ફરી જશે
સુરેન્દ્રનગર નગરપાલિકા પ્રમુખ વીપીનભાઇ ટોલીયા કારોબારી ચેરમેન બકાલાલ પરમાર બાંઘકામ ચેરમેન ભાષ્કર ભાઇ દવે એન્જિનિયર કંયવતસીંહ હેરમાં એ ટાગોરબાગના ડેવલોપમેન્ટ માટે સમીર ક્રન્ટકસન જેઓને ટાગોરબાગનુ ટેન્ડર મળીયુ છે તેમની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી તેમજ મીંટીગમાં એવુ નક્કી કરવામાં આવ્યું કે ટાગોરબાગ ને ૩૦ દીવસમાં સુરેન્દ્રનગર શહેરના નાગરીકો માટે ખુલ્લો મુકવામાં આવશે આવા પ્રજાલક્ષી નિર્ણયથી નાના બાળકો માટે આ આનંદના સમાચાર છે સુરેન્દ્રનગરમાં ટાગોરબાગને તમામ સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે આથી એક સુરેન્દ્રનગરમાં પીકનીક સ્થળ બની જાશે અને વેકેશન દરમિયાન બાળકોને પણ આનંદ ઉત્સાહનો આ બાગમાં લાભ લેવા મળશે.