કટારીયા ડિસ્યુબિટર માઈનોર કેનાલ માં મોટું ગાબડું પાડવાનું બહાર આવ્યું હતું ત્યારે ખેતરમા પાણી ફરી વળ્યું
સુરેન્દ્રનગર જીલ્લાના લખતર લીંબડી આ બે તાલુકા એવા છે કે અવારનવાર નર્મદા કેનાલમાં મોટા મોટા ગબડા પડતાં નજરે ચડે છે ત્યારે ગત રવિવારે લીંબડી થી નિકળતી કટાને આશરે એક કિલોમીટર દૂર આવેલા લીંબડી સુરેન્દ્રનગર હાઈવેના કિનારે આવી પહોચ્યું હતું ત્યારે આ બાબતે બાજુમાં આવેલા ખેતરના માલિકે જે તે અધિકારીને ફોન કરેલ અને આ પાણી આશરે 5 થી 6 કલાકે બંધ થયેલ પણ જોવાનું એ રહ્યું કે હમણાં જ બનાવેલ કેનાલમાં આ કઈ રીતે એકા એક કેનાલનું ગાબડું પડયું હતું.
આ બાબતે બાજુનાં ખેતરના માલિક એ જણાવ્યું કે આ કેનાલ બનાવવામાં ખરાબ માલ સામાન વાપરવામાં આવ્યો છે અને અધિકારીઓ દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે અને હાલ આ ખેડુતની માગણી એવી છે કે હાલનાં સમયે તાત્કાલિક અસરથી આ કેનાલમાં પડેલ ભયાનક ગાબડાનુ સમારકામ કરવામાં આવે અને ખેડૂતોને જીરાના પાકમાં નુકસાન નહીં થાય તે માટે પાણી આપવામાં આવે અને ઉનાળા દરમિયાનના સમયે ફરીથી આ કેનાલનું કામ કરવામાં આવે ત્યારે આ બાબતે અન્ય ખેડુત દ્વારા અધિકારીઓને અરજ પણ કરવામાં આવી છે ત્યારે જો આવનારા દિવસોમાં આ સમસ્યાનો ઉકેલ લાવવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.