નાગરીક સાથે હેલ્પલાઈન નંબરનો કર્મચારી ઉડાવ ભાષામાં વાત કરતો હોય તેવી ઓડિયો કિલપ સોશિયલ મીડિયામાં વાયરલ
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસુ વિધિ વત રીતે પ્રવેશયુ છે. ત્યારે જિલ્લા ના ગ્રામ્ય વિસ્તારમાં હાલ સારો એવો વરસાદ નોંધાયો છે. અડધા ઈચ વરસાદ માં શહેરની અનેક ખાચા ગલીઓમાં પાણીનો ભરાવો થયો હતો. અને લોકોને હાલાકીનો સામનો વેઠવો પડ્યો હતો.
આવી અનેક સમસ્યા અને વિસ્તારોમાં પ્રાથમીક સુવિધા નો અભાવ અથવા શહેરી વિભાગ ને લાગતા પશ્ન માટે સુરેન્દ્રનગર નગરપાલિકામાં કમ્પ્લેનલાઇન નંબર શરૂ કરવા માં આવ્યો છે. ત્યારે આ કમ્પ્લેન લાઇન નંબર પર સુરેન્દ્રનગર જિલ્લા નગરપાલિકા એ જનતાના પ્રશ્નનોનો ઉકેલ ફોન પર આવે તે હેતુ થી એક કર્મચારી ની નિમણૂક પણ કરવા માં આવી હતી.
ત્યારે ગઈ કાલે ચોમાસા દરમિયાન પાણી નો જાહેર રસ્તા પર ભરાવો થયો હતો.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના જાગૃત નાગરિકે આ કમ્પ્લેન નંબર પર નગરપાલિકા માં ફોન કર્યો હતો.ત્યારે ત્યાં બેસેલ કર્મચારી એ ફોન પર કોઈ પ્રકારના પ્રશ્નનો હલ નહીં થાય.તમો રૂબરૂ આવી એન્જીનીયર ને અરજી આપી દો.તેવો ઉડા ઉડ જવાબ મળ્યો હતો.આ શહેર ના જાગૃત નાગરિક દ્વારા આ ઓડીઓ ક્લિપ ની વાતચિત સોસીયલ મીડિયા માં વાયરલ કરવા માં આવી હતી. ત્યારે નગરપાલિકા ની કામગિરી સામે લોકો એ રોસ વ્યક્ત કર્યો હતો.