સુરેન્દ્રનગર જીલ્લા કક્ષાની ગણાતી ૧૫૦ પથારીની સગવડતા ધરાવતી એકમાત્ર સરકારી ગાંધી હોસ્પિટલ ખુદ માંદગીના બિછાને પડી હોય તેવું લાગી રહ્યું છે . અહીં નિષ્ણાંત તબીબોની લાંબા સમયથી ખાલી જગ્યા પર નિમણુક નહી અપાતા જિલ્લાભરમાંથી સારવાર અર્થે આવતા દર્દીઓની નાછૂટકે ખાનગી દવાખાનામાં સારવાર લેવા જવું પડે છે. આ ઉપરાંત આ હોસ્પિટલમાં પગ મુકતા ચારેતરફ ગંદકી ફેલાયેલી જોવા મળે છે . દવા લેવા આવતા દરદીઓ તો ઠીક પણ સાથે આવતા સગાઓ માં પણ માંદગી નો ભય સતાવી રહ્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com