સુરેન્દ્રનગર સહિત જીલ્લાભરમાં સ્વાઇનફલુએ માથુ ઉંચકતા લોકોમાં ફફડાટ.
સુરેન્દ્રનગરના ૮૦ ફૂટ રોડ પર આવેલ સોસાયટીમાં રહેતા ૫૮ વર્ષીય વૃદ્ધને દિવાળી બાદ તકલીફ થતા શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. જયાંથી અમદાવાદ રીફર કરાયા હતા. જયાં સ્વાઇન ફલૂનો પણ રિપોર્ટ કરાવ્યા હતા. પરંતુ રિપોર્ટ આવે તે પહેલા જ વૃદ્ધનું મોત થયુ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં દિવાળીના તહેવારોમાં જાણે સ્વાઇન ફલૂએ પણ રજા રાખી હોય તેમ દિવાળીની રજાઓ બાદ તુરંત સ્વાઇન ફલૂનો કેસ ધ્યાને આવ્યો છે. ઝાલાવાડમાં હાલ શિયાળો ધીમે ધીમે પગરવ માંડી રહ્યો છે. ત્યારે સ્વાઇન ફલૂ રોગે પણ ફરી દેખા દીધી છે.
સુરેન્દ્રનગરના ૮૦ ફુટ રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતા ૫૮ વર્ષીય વૃધ્ધને તાવ, શરદી, ઉધરસ, શ્વાસની તકલીફ થતા સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જયાંથી તેઓને વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરાયા હતા. જયાં અન્ય રીપોર્ટસ સાથે સ્વાઇન ફલૂના રીપોર્ટ કરાવ્યા હતા. પરંતુ રીપોર્ટના રીઝલ્ટ આવે તે પહેલા જ વૃધ્ધનું મોત થયુ હતુ.
વૃધ્ધ જયાં રહેતા હતા ત્યાંની આસપાસના લોકો અને વૃધ્ધના સગવ્હાલાઓને ટેમી ફલૂની દવાઓ આપી તેમનું ચેકઅપ કરવાની કામગીરી શરૂ કરાઇ છે.સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લાભરમાં સ્વાઇનફ્લૂએ માથું ઉંચકતાં લોકોમાં ફફળાટની લાગણી ફેલાઇ છે. સ્વાઇન ફ્લૂ ગંભીર રોગ હોવાથી લોકોમાં ભય ફેલાયો છે.