આજે સુરેન્દ્રનગરનો જન્મદિવસ છે.આમ તો સુરેન્દ્રનગરનો ઇતિહાસ ઘણો લાંબોને રસપ્રદ રહ્યો છે.સુરેન્દ્રનગર એ બ્રિટિશ અધિકારીઓનો દબદબો પણ જોયો છે અને આઝાદ ની ચળવળ પણ અને કંઈક દાયકા જોયા બાદ આજે સુરેન્દ્રનગર 73 વર્ષનું થયું.
1864 માં કર્નલ હોવેઇ ના સૂચન થી આ જગ્યા ની પસંદગી વઢવાણ સિવિલ સ્ટેશન સ્થાપવા માટે થઈ.ત્યાર બાદ કાઠિયાવાડ ના પોલિટિકલ એજન્ટ કર્નલ કિટીઝે કાયમી ભાડા પટ્ટે આ જમીન લીધી.
ત્યાર બાદ અહીંયા વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ એજેન્સી ની હુકુમત હેઠળ ઝાલાવાડ પ્રાંત એજન્સી ના કાર્યમથક તરીકે વઢવાણ કેમ્પ સ્થાપાણુ જેને લોકભાષા આપણે કાપ તરીકે ઓળખીએ છીએ.
કાર્યમથક સ્થપાતા આજુ બાજુ ના ગામડા ના લોકો ધંધા રોજગાર માટે અહીંયા આવવા લાગ્યા અને સ્થાયી થવા લાગ્યા.અને આવી રીતે અહીંયા એક શહેર પોતાનો આકાર લઈ રહ્યું હતું.
મે 1872 માં સ્ટીમ એન્જીન આવતા વિરમગામ,ધ્રાંગધ્રા,રાજકોટ,ભાવનગર ચાર રેલવે લાઈન ના જંકસન ના લીધે આ કેમ્પ વિકસતુ ગયું.અને લોકો વધુ ને વધુ ધંધા રોજગાર માટે અહીંયા આવવા લાગ્યા.
1946 માં આ શહેર ને વઢવાણ મહારાજ સુરેન્દ્રસિંહજી ને સોંપવા માં આવ્યુ અને તેઓ એ આ શહેર ને સુરેન્દ્રનગર નામ આપ્યું.ત્યાર બાદ 1948 માં દેશી રજવાડાઓ ના વિલીનીકરણ બાદ આ શહેર ને જિલ્લા મથક બનાવવા માં આવ્યું.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પંદર બાર બંધ ના રોજ અહીં પધાર્યા હતા અને અહીયા તેઓનો સત્કાર સમારંભ પણ યોજવામાં આવ્યો હતો.
1949 માં સુરેન્દ્રનગર માં પ્રથમ વાર સુરેન્દ્રનગર રતનપર અને જોરાવરનગર ની સંયુક્ત નગરપાલિકા બનાવવા માં આવી ત્યાર બાદ થોડા વર્ષો પછી સુરેન્દ્રનગરશહેર ની સીમા પાસે ના ગામ દુધરેજ ને જોડી સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા બનાવમાં આવી.
સુરેન્દ્રનગર ની ઓળખ સમાન અજરાઅમર ટાવર અને સરદારસિંહ રાણા પુલ (મોરબી નો પુલ) બ્રિટિશરો ના સમય થી સુરેન્દ્રનગર ને મળેલ છે.આ સિવાય એન.ટી.એમ અને એન.ડી.આર સ્કૂલ,જિલ્લા લાઈબ્રેરી પણ અંગ્રેજો ના સમય ની છે.
એક સમય નું નાનુ એવુ શહેર સુરેન્દ્રનગર આજે વિશાળ થઈ ગયું છે.ગ્રામપંચાયત બન્યા વગર નગરપાલિકા બનેલ શહેર એટલે આપણું સુરેન્દ્રનગર.ગુજરાત ની મધ્ય મા શોભતું શહેર એટલે સુરેન્દ્રનગર.
સિકંદર ની સિંગ થી લઈ સાગર ની કચોરી માટે વખણાતુ શહેર એટલે આપણુ સુરેન્દ્રનગર.આનંદ ના ગાંઠિયા થી લઈ આનંદ નો આઈસ્ક્રીમ અને રાજુભાઇ ના ઢોસા થી લઈ રાજેશ ના સમોસા ને મોજ થી આરોગતું શહેર એટલે આપણુ સુરેન્દ્રનગર.ભોગવો નદી અને ધોળીધજા ડેમ ધરાવતુ શહેર એટલે સુરેન્દ્રનગર હર હમેશ આનંદ માં રહેતું શહેર એટલે આપણું સુરેન્દ્રનગર.
રાત્રે પણ જાગતુ અને મેળા ની મોજ માણતુ સુરેન્દ્રનગર. એમ પણ કહી શકાય કે મેળા તો સુરેન્દ્રનગર ની જાન છે. ઝાલાવાડિયન માટે તો મેળા એટલે મજા.નાના એવા કેમ્પ થી શરૂ થયેલ સુરેન્દ્રનગર ની રેલવે આજ આધુનિક અને વિશાળ રેલવે સ્ટેશન ધરાવે છે.અને ચાર જગ્યા ને જોડતુ સ્ટેશન આજ દેશ ના દૂર દૂર ના શહેર ને જોડતુ થયુ છે.
પતરાવાડી અને વિઠ્ઠલપ્રેસ રોડ સુરેન્દ્રનગર ને ધડકતુ રાખે છે ગામ ની મોટા ભાગ ની ખરીદી તો અહીંયા થી જ થાઈ છે.
રાધેફનવલ્ડ (ટાગોરબાગ)અને ત્રી મંદિર સાંજના સમયે ફરવા માટે ઉત્તમ જગ્યા છે જ્યાં રજા ના દિવસે લોકો આનંદ કરી શકે આમ નાના એવા કેમ્પ થી આજના સુરેન્દ્રનગર બનવા માં 73 વર્ષે લાગ્યા અને આજ આપણા સુરેન્દ્રનગર નો 73 મો બર્થડે છે.આમ સુરેન્દ્રસિંહજીની દિવ્ય દ્રષ્ટિથી વિકસેલું શહેર એટલે પ્રિય સુરેન્દ્રનગર શહેર.