ગુજરાતના 17 વર્ષના સૌથી નાના શુટરે દેશનું ગૌરવ વધાર્યુ
સુરેન્દ્રનગરના 17 વર્ષના સૌથી નાની વયના નેશનલ શૂટરે સાઉથ કોરીયાની જૂનિયર વર્લ્ડ ચેમ્પીયનશીપમાં ટીમ ઇવેન્ટમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો. ગુજરાતના 17 વર્ષના સૌથી નાની વયના નેશનલ શૂટરે સાઉથ કોરીયાની જૂનિયર વર્લ્ડ ચેમ્પીયનશીપમાં ટીમ ઇવેન્ટમાં ભારતને સિલ્વર મેડલ અપાવી ફરી ઇતિહાસ રચ્યો છે. આ સ્પર્ધામાં ભારતના વિક્રમજનક 90 શૂટર્સ, કોરીયાના 66 શૂટર્સ અને અમેરિકાના 43 શૂટર્સ મળી 44 દેશોના કુલ 550 શૂટર્સોએ ચેમ્પીયનશીપમાં ભાગ લીધો છે.
હાલ 16થી 24 જુલાઇ ઈંજજઋ જૂનિયર વર્લ્ડ ચેમ્પીયનશીપ 2023, જે દક્ષિણ કોરીયાના ચેંગવોન શૂટિંગ રેન્જમાં ચાલી રહી છે. જેમાં જૂનિયર શૂટિંગ વર્લ્ડ ચેમ્પીયનશીપ ત્રીજી વખત રમાઇ રહી છે. જેમાં ભારતના 21 વર્ષની વયથી નીચેની કેટેગરીમાં કુલ 90 જૂનિયર શૂટર્સ પીસ્ટલ, રાયફલ અને શોટગન સ્પર્ધામાં ભાગ લઇ રહ્યાં છે. આ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં 44 દેશોના કુલ 550 શૂટર્સ ભાગ લઇ રહ્યાં છે. આ સ્પર્ધામાં 16 વર્ષની દર્શના રાઠોડ કે જેણે ઈંજજઋ વર્લ્ડ કપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો એ ભારતીય ટીમ વતી વુમન્સ ટ્રેપ ઇવેન્ટમાં ભાગ લેશે.
છેલ્લે બે વર્ષ અગાઉ લીમા, પેરૂમાં યોજાયેલી જૂનિયર વર્લ્ડ ચેમ્પીયનશીપમાં ભારતે કુલ 17 ગોલ્ડ મેડલ સાથે કુલ 43 મેડલો જીતીને ઇતિહાસ રચ્યો હતો. અને એમાં બખ્તિયારૂદીન મલેક, રૈઝા ઢીલોન, વિનય પ્રતાપસિંગ ચંદ્રાવત અને નામ્યા કપૂર કે જેઓ પેરૂમાં ભારતીય ટીમના સફળ હિરો હતા એ પણ આ ચેંગવોન મીટમાં ભાગ લઇ રહ્યાં છે.જેમાં ગુજરાતના 17 વર્ષના સૌથી નાની વયના નેશનલ શૂટર બખ્તિયારૂદીન મલેકે ભારતના શાર્દુલ વિહાન અને આર્યવંશ ત્યાગી સાથે મળીને સાઉથ કોરીયાની જૂનિયર વર્લ્ડ ચેમ્પીયનશીપમાં ટીમ ઇવેન્ટમાં ભારતને સિલ્વર મેડલ અપાવી ફરી ઇતિહાસ રચ્યો છે.
મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાના બખ્તિયારૂદીન મલીકે અર્જુન એવોર્ડ અને રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ વિજેતા અને ઓલિમ્પિયન અને વર્લ્ડ ચેમ્પીયન માનવજીતસિંઘ સંધુના કોંચીગ હેઠળ માત્ર 12 વર્ષની વયે ભારતના સૌથી નાની વયે રીનાઉન્ડ શૂટર બની ઇતિહાસ રચ્યો હતો.