સુરેન્દ્રનગર જિલ્લાના જિલ્લા પંચાયત પાસે આવેલ સસ્તા અનાજના ગોડાઉનમાં કામ કરતા મજૂરોને છેલ્લા ત્રણ માસથી મજૂરીકામ કોન્ટ્રાક્ટર દ્વારા ચૂકવવામાં નહીં આવતા મજૂરો હડતાલ ઉપર ઉતરી જવા પામ્યા છે  કોરોનાની મહામારી વચ્ચે રોજનું લાવી અને રોજનું ખાતા અને પોતાનું જીવન ધોરણ ચલાવતા મધ્યમ વર્ગના લોકો સસ્તા અનાજના વિતરણ કરવામાં આવે છે ત્યાંના ગોડાઉન ઉપર કામ કરી રહ્યા છે.

આ ગોડાઉન ઉપર કામ કરતાં 20 થી વધુ મજુરોને છેલ્લા ત્રણ માસથી મજૂરી ચૂકવવા ન આવી હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે કોરોનાની મહામારી વચ્ચે સામાન્ય ધોરણ ગુજરાન ચલાવતા  આ મજૂરોને મંજૂરી ન મળતા આર્થિક પરિસ્થિતિ કફોડી બની જવા પામી છે જેને લઇને આ મજૂરોની ધીરજ ખૂટી છે  સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પાસે આવેલા સસ્તા અનાજના ગોડાઉન ઉપર કામ કરતા 20થી વધુ મજૂરો હડતાલ ઉપર ઉતરી જવા પામ્યા છે અને વિરોધ પ્રદર્શન કોન્ટ્રાક્ટર સામે દર્શાવવામાં આવ્યો છે.

1617942850068

છેલ્લા ત્રણ માસથી મજૂરી ચૂકવવામાં આવી હોવાની રાવ ફરિયાદ સાથે 20 થી વધુ મજુરોને રજા ઉપર ઉતરી જવામાં આવ્યા છે   જ્યાં સુધી મજૂરીની રકમ ન ચુકવવામાં આવે ત્યાં સુધી આ કર્મચારીઓ હડતાલ ઉપર રહેશે તેવો પણ હાલમાં આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારે આ બાબતે ત્યાંના અધિકારી સાથે વાતચીત કરતાં આગામી દિવસોમાં કોન્ટ્રાકટર સાથે બેઠક યોજી અને આ લોકોને મંજૂરી ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવશે અને તાત્કાલિક ધોરણે આ પ્રશ્નના નિરાકરણ માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે.

સસ્તા અનાજની દુકાનોમાં જતો  પુરવઠો  ખોરવાયો

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલ સસ્તા અનાજના ગોડાઉનમાં મજૂરી કામ કરતા મજૂરોને પગારની ચૂકવણી ન કરવામાં આવતા મજૂરો હડતાલ ઉપર ઉતરી જવા પામ્યા છે ત્યારે ખાસ કરી રોજ વહેલી સવારથી અનાજનુ ગોડાઉન આવેલું છે ત્યાંથી ઘઉં ચોખા અને રેશનિંગની વસ્તુઓ આપવામાં આવી રહી છે તે ટ્રકમાં મજૂરો દ્વારા ભરવામાં આવતી હતી ત્યારે છેલ્લા ત્રણ માસથી મજૂરી ચૂકવવામાં આવતા આ મજૂરોની ધીરજ ખૂટી છે અને હડતાલ ઉપર ઉતરી જવા પામ્યા છે ત્યારે હાલમાં 20 થી વધુ મજૂરો હડતાલ ઉપર ઉતરી જતાં સમેટી માં આપવામાં આવતી વસ્તુ સપ્લાય માટે નો જથ્થો સસ્તા અનાજની દુકાન સુધી પહોંચાડવામાં પડી રહ્યો છે.

 

હડતાલ વધશે તો સ્થિતિ બગડશે

આગામી દિવસોમાં જો આ હડતાલ યથાવત રહેશે તો સસ્તા અનાજની દુકાનોમાં આ બાબતની અસર વર્તાશે ત્યારે તાત્કાલિક કોન્ટ્રાક્ટર દ્વારા 20થી વધુ મજુરોને પગારની ચુકવણી કરી આપવામાં આવે તેવી મજુર આગેવાનો દ્વારા માંગણી કરવામાં આવી છે અને આ બાબતની રજૂઆત પણ ગોડાઉનના અધિકારી દ્વારા કોન્ટ્રાક્ટરને કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.