મતદારોના મૌનથી ઉમેદવારોની મુંઝવણ વચ્ચે થએલ મતદાન કોના પક્ષે ?
જે અને તો વચ્ચે તજજ્ઞો પણ મુંઝવણ ભોગવે છે કારણ કે મતદારોએ મન મનાવી અકળ મૌન ધારણ કરી મતદાન કર્યુ છે?
વઢવાણ બેઠક ઉપર હિતેશભાઇ નાયકપરાએ જબરજસ્ત રીતે ભાજપાને ટકકર આપી જ છે. ભાજપ સીટી વિસ્તારમાં ડાઉન થયું જયારે ગામડાઓ સાવરણાને મતદાન કરી ઉમેદવારોને એસ.ઇ. ડી.ટી. થાય તેવી ચિંતા કરાવી હોવાનું જાણવા મળવામાં છે.જૈન, બ્રાહ્મણો, માલધારી અને પાટીદારોએ અકળ મૌન ધારણ કરી. કોથળામાં પાનશેરી રાખી ભાજપને બરાબર ઝુડવાનું કામ કર્યાની ચર્ચા છે? એસ.સી. અને ઓ.બી.સી. વર્ગ સાવરણામાં તો ગણ્યો ગાંઠયો વર્ગ જ બી.જે.પી. ને મત આપ્યાનું તારણ બહાર આવ્યું છે જેથી તરુણભાઇ અને ભાજપ ગુંચવાયા છે બર્જર બાજી મારી તો નવાઇ નહીં?દસાડામાં ડખ્ખા વધારે થયા પણ આમ આદમીનું ફેકટર નબળું અને કંઇક ઉકાળ્યું જ નથી. જેથી કોંગ્રેસને નુકશાન સાવ નજીવું થવાના વાવડ છે.
ભાજપ માટે કપરા ચડાણ ? એસ.સી., ઓ.બી.સી., માલધારી, મુસ્લિમો અને ભાજપાનું નારાગ ગ્રુપ પણ અવનવા બહાને ભાજપને વિરામ કરાવવા ઉમેદવારનો અને નજીકના ટીમ વર્ક કરનાર અહંમ અહંકાર તેમજ અણ આવડત ભાજપમાં હારવાવાળા ભાજપના ઉમેદવારને જીતાડવા મેદાને ઉતાર્યા ડબલ એન્જીનમાં ડબલ બળતણના ડબ્બ ખર્ચા દર્શાવી મનસુબા પાર પાડવાનો ખેલ? સંગઠન આગેવાનોમાં નારાજગી ત્રણ વિભાગ પડી ગયા અને કોંગ્રેસવાળા ઝનુનપૂર્વક લડત આપી, કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા કામ કર્યુ ? વર્તમાન એમ.એલ.એ. ને પરિવર્તનનો વા નહીં લાગે ? જીતવા માટે ઉજવી તક દસાડા બેઠક હતી એમની એમ જ રહેવાની ?લીબડી અંડર કરંટવાળી બેટક ગણાય છે.
જેમાં એસ.સી., એસ.ટી., ઓ.બી.સી.અકળ મૌન? બોગસ મતદાન થયાના આક્ષેપો થવામાં છે પણ ચુડા ડાઉન સાયલા ડાઉન બે તાલુકા ડાઉન જેના કારણે લીંબડી ટાઉન સરભર? ભર્યા નાળિયેર જેવી હાલત? બે ચાર આગેવાનોને કારણે નુકશાન? અને બે ત્રણ અજુગતા બનાવોની બુમરાણ? કદાચ આમ આદમીનું ખરીદ-વેચાણ ફેકટર કામ કરી જાય તો જીલ્લા કોંગ્રેસ પ્રમુખને આભારી જ ગણવું એવી ખુલ્લી જગજાહેર ચર્ચા ચકડોળે ચડેલી સાંભળવા મળી રહી છે?
ધ્રાંગધા – કોંગ્રેસ ખુબ જ મજબુત ઉમેદવાર અને મતદારોનો મોટો વર્ગ? છતાં આપનો ઉમેદવાર વાઘજીભાઇ વાઘ ગર્જનાન કરે તો જ કોંગ્રેસને નડે? વરમોરાજી અને વાઘજી અસર પરસ અફડા તફડી મચાવે તો સરવાળે ભાજપને જીલ્લામાં તડકો છાંગડો જોવાનો વારો આવે ?