કોરોનાનો કહેર વધતા તંત્ર બન્યુ સાવધ

જિલ્લામાં ૨૪ કલાકમાં કોરોનાના વધુ છ કેસ નોંધાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના વધતા કહેરના પગલે જિલ્લાની મામલતદાર કચેરીઓમાં આવકના દાખલા સહિતના કામો બંધ કરાયા છે. લોકોને આવક સહિતના કોઈપણ પ્રકારના દાખલા માટે હાલ કલેકટર કચેરીએ ધક્કા નહીં ખાવા તંત્રે અપીલ કરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાવાયરસના પોઝિટિવ કેસો વધી રહ્યાં છે. અત્યારે સુધીમાં જિલ્લામાં ૨૩૨ કોરોના વાયરસના પોઝિટિવ કેસો નોંધાયા છે. જિલ્લામાં આંકડો ૨૦૦ને પાર જતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

છેલ્લા ૨૪ કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ ૬ નવા કેસો નોંધાવા પામ્યા છે.

જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસો વધતા જિલ્લા પ્રશાસન તંત્રે ફરી એક વખત ચિંતામાં મુકાયાં છે. જિલ્લાની વઢવાણ મામલતદાર ઓફિસ અને સુરેન્દ્રનગર જિલ્લાની મામલતદાર ઓફિસમાં સરકારી કામકાજો બંધ કરવામાં આવ્યા છે. ખાસ કરી આવકના દાખલા સહિત વિવિધ દાખલાઓ કાઢવાનું કોરોનાના વધતા કેસના કારણે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ૮૦ ફૂટ વિસ્તારમાં બીજો કેસ દાળમિલ રોડ ત્રીજો કેસ જીનતાન રોડ ચોથો કેસ દુધરેજ ફાટક વિસ્તારમાં પાંચમો કેસ મૂળી તાલુકાના સોમાસર ખાતે બહાર આવ્યો છે. વધુ એક પાટડીના આલમપુર ગામમાં પણ કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જિલ્લાના લોકો કોરોના વિશે સતત સતર્ક બને અને કોરોનાથી બચે તેવી પણ જિલ્લા કલેકટર અપીલ કરી છે.

IMG 20200707 103011

 કેસો વધતા જિલ્લામાં  સરકારી કામ કાજ બંધ

સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા કોરોના ના કેસના પગલે જિલ્લા વહીવટી તંત્ર ફરી સફાળું જાગ્યું છે. જિલ્લાની સરકારી કચેરીઓમાં અને ખાસ કરી મામલતદાર ઓફિસના વઢવાણ મામલતદાર અને સુરેન્દ્રનગર જિલ્લાની મામલતદાર ઓફિસમાં દાખલાઓ કાઢવાની પ્રક્રિયાઓ એક સપ્તાહ સુધી બંધ કરવામાં આવી છે. લોકોને આવા દાખલા કઢાવવા માટે સુરેન્દ્રનગર જિલ્લાની મામલતદાર કચેરી અને વઢવાણ મામલતદાર કચેરી ખાતે ધક્કો ન ખાવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

કલેકટર કચેરીનો મુખ્ય દરવાજો ફરી વખત બંધ કરાયો

જિલ્લામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. જિલ્લામાં ગઈકાલે પણ કોરોનાવાયરસ ના છ પોઝિટિવ કેસો સામે આવવા પામતા જિલ્લા પ્રશાસન હરકતમાં આવ્યું છે. જિલ્લામાં વગર માસ્ક બાંધી લટાર મારતા વાહન ચાલકોને મેમા આપવામાં આવી રહ્યાં છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરીનો છેલ્લા ત્રણ માસથી મુખ્ય દરવાજો થોડા દિવસ અગાઉ ખોલવામાં આવ્યો હતો. ત્યારે ફરી એક વખત ગઈકાલે બંધ કરવામાં આવ્યો છે. રજૂઆત કરવા આવતા લોકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.