પ્રાથમિક સુવિધાઓના અભાવથી જનતા ત્રાહિમામ
સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વિકાસ ના નામ ના નેતાઓ દવારા બણગાં ફૂંકાવા માં આવી રહ્યાં છે. ત્યારે હકીકત શુ છે તે ફક્ત જનતા ને જ ખબર છે. જિલ્લામાં રોડ રસ્તા પ્રથમીક સુવિધાઓ અને આરોગ્યના પ્રશ્ર્ન એ જિલ્લાની જનતા કંટાળી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર વઢવાણ-સુરેન્દ્રનગર રોડ અત્યંત બિસમાર હાલતમાં છે. આ રોડ રસ્તાઓ પરથી સુરેન્દ્રનગર સંસદ અને ધારાસભ્ય દિવસમાં બે વખત પસાર થાય છે છતાં પણ આ રોડ રસ્તા નવા તો નહીં પરંતુ રીપેરીંગ કરાવવાની સત્તા પણ સંસદ અને ધારાસભ્ય થઈને પણ ગુમાવી દીધી છે. ત્યારે આ સુરેન્દ્રનગર જિલ્લાના સંસદ અને ધારાસભ્ય શુ શહેરનો વિકાસ કરશે. જિલ્લાની જનતાના પાંચ વર્ષની સત્તા આપતા તો આપી દીધી પરંતુ આ પાંચ વર્ષ વિકાસનો મેપ સતત નીચે જોવા મળી રહો છે.
જિલ્લામાં વરસાદ બાદ જિલ્લાના રોડ રસ્તાઓનું ભારે ધોવાણ થયું છે. ત્યારે જિલ્લાના રોડ પર મસમસતા મોટા ખાડા પડયા છે. જિલ્લાના વાહન ચાલકોને સતત અકસ્માતનો ભય રહે છે. વઢવાણ સુરેન્દ્રનગર રોડ જોરાવરનગરના મેઈન રોડ અને જિલ્લાના અનેક રોડ રસ્તાઓની સ્થિતિ ખૂબ ખરાબ છે.
ત્યારે આ રોડ રસ્તા પરથી સુરેન્દ્રનગર સંસદ મહેન્દ્રભાઈ મુજપરા અને ધારાસભ્ય ધનજીભાઈ પટેલ પોતાની મોંઘી ડાટ ગાડીઓમાં બેસી પસાર થાય છે. છતાં પણ આ રોડ પરના ભૂવાઓ ન બુરાતા સોસીયલ મીડિયામાં ભારે અટકળો વહેતી થઈ છે. ત્યારે જિલ્લાના સંસદ અને ધારાસભ્ય પાસે એક રોડના ખાડા બુરાવાની પણ સત્તા ન હોવાની સોસીયલ મીડિયામાં ચર્ચા ફેલાઈ છે. સતવારે આ રોડ રસ્તાઓ રીપેર કરવા પણ લોક માગ ઉઠી છે.