વઢવાણ શહેરનો ઐતિહાસિક ધોળીપોળનો જૂનો પુલ હાલમાં પણ અતિવૃષ્ટિના સમયમાં નવા પુલને પડકાર ફેંકી રહ્યો છે.ત્યારે નવા પુલના કામમાં ગોટાળો થયો હોય તેમ ઠેર ઠેર ખાડાઓ અને ગાબડાઓથી લોકો જૂના પુલ પર હાલમાં પણ પુલના સામે છેડે જાવા વિશ્વાસ સાથે પસાર થઇ રહ્યાં છે.
વઢવાણ સહિત સુરેન્દ્રનગર તેમજ ગ્રામ્યપંથકની જનતાને જોડતો અંદાજે ૧૦૦ વર્ષ જૂનો પુલ ધોળપોળથી ગેબનશા સર્કલ સુધી આવેલો છે. પુલ જર્જરિત થતા તેના પર ભારે સહિતના વાહનોની અવરજવર માટે પ્રતિબંધ લગાવાયો હતો. જ્યારે લોકોની સુવિધા માટે પુલની બાજુમાં અંદાજે ૯ વર્ષ પહેલા નવો પુલ બનાવવામાં આવતા આનંદ ફેલાયો હતો. પરંતુ ભારે વરસાદના કારણે નવા પુલ પરના રોડ પર ઠેર ઠેર ખાડાઓ સાથે જર્જરિત બની ગયો છે. અંગે વઢવાણ થી પસાર થતા વાહન ચાલકો વગેરે જણાવ્યું કે, પુલ પર ખાડાઓના કારણે નાના-મોટા વાહન લઇને પસાર થતા મહિલા સહિતના વાહનચાલકો પુલ પર અકસ્માતના ભય રહે છે. જ્યારે કેટલાંક રાહદારીઓ અને વાહનચાલકો નવા પુલ પરથી જવાનું ટાળીને જૂના પુલ પર અવરજવર કરી રહ્યાં છે. ત્યારે પુલ પર કોઇ દૂર્ઘટના થાય તે પહેલા ખાડાઓનું તાત્કાલીક બુરાણ સાથે રિપેરીંગની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.