સ્ટોક સમયસર ફાળવાતો ન હોવાથી રસીકરણમાં આવે છે અવરોધ

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કોરોના સંક્રમણના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે છેલ્લા સાત દિવસમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 36 જેટલા કોરોનાના પોઝિટિવ કેસો દાખલ થયા છે જેમાં મૂળી વઢવાણ લીંબડી ચુડા પંથકમાં કોરોનાના પોઝિટિવ કેસોએ ઉછાળો મળ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ પણ આ મામલે કામે લાગી છે કારણ કે જિલ્લામાં સતત કોરોના સંક્રમણ છેલ્લા સાત દિવસથી વકર્યો છે. ત્યારે શહેરીજનોની ચિંતામાં કોરોના એ ફરી વધારો કરી દીધો છે.

જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં અને શહેરી વિસ્તારમાં કોરોના સંક્રમણે ઉછાળો મારતા લોકોની ચિંતામાં વધારો થયો છે આ મામલે આરોગ્ય વિભાગ પણ એક્શન મોડમાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે જિલ્લામાં ગઈકાલે 91 જેટલા લોકોના કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે તેમાં આઠ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે એટલે ચોક્કસથી કહી શકાય કે દર 10 વ્યક્તિએ એક કોરોના પોઝિટિવ દર્દી સુરેન્દ્રનગરમાં નોંધાઈ રહ્યો છે પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગની ટીમ શંકાસ્પદ લોકોના જ ટેસ્ટીંગ કરી રહી છે.

ત્યારે છેલ્લા સાત દિવસમાં જિલ્લામાં 36 જેટલા પોઝિટિવ કેસો દાખલ થઈ ચૂક્યા છે પરંતુ તેમાંના 10 વ્યક્તિઓ સારવાર દરમિયાન સાજા પણ થઈ ગયા છે હજુ પણ 26 જેટલા કોરોના ના દર્દીઓ સારવાર હેઠળ છે ખાસ કરીને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા હોમ આઈસોલેસન રાખી અને દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે હજુ સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં કોઈ વધતા કેસો હોવા છતાં પણ કોવીડ વોર્ડ શરૂ કરવામાં આવ્યો નથી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના વક્રતા કેસો બાદ સુરેન્દ્રનગર શહેરીજનોમાં પણ ફફડાટ ફરી કોરોના સંક્રમણને લઈ અને તે આપ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કોરોનાના પોઝીટીવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તે એક ચિંતાનો વિષય છે પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ જિલ્લામાં કોરોના સંક્રમણના છેલ્લા સાત દિવસમાં 36 કેસો દાખલ થયા છે આ મામલે લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે એક તરફ કોરોનાના કેશો વધે છે પરંતુ સામે રસીકરણ બંધ કરી દેવામાં આવ્યું છે સરકાર દ્વારા રસી નો જથ્થો ફાળવવામાં આવતો ન હોવાના કારણે રસીકરણ બંધ કરાયું હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે

છેલ્લા એક મહિનાથી સુરેન્દ્રનગર જિલ્લામાં રસીકરણ અટકી પડ્યું છે જે જૂની રસી ફાળવવામાં આવી હતી તેનું વેક્સીનેસન ની કામગીરી પૂરી કરવામાં આવી છે હવે નવો જથ્થો સરકાર ફાળવતી નથી એટલે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની રસીની અછત સર્જાય છે અને હાલની પરિસ્થિતિ મુજબ રસીકરણ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં અટકી પડ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.