- એસ.ટી. ડેપોમાં સવારે 5.45 કલાકની અમદાવાદ રૂટની બસ 6.30 કલાક સુધી ન આવી
આમ તો એક સૂત્ર છે કે સલામત સવારી એસટી બસ અમારી સમયસર સલામતી સાથેની સવારી એસટી બસ અમારી એવું સૂત્ર ગુજરાત રાજ્ય એસટી વિભાગનું આ સૂત્ર ધાંગધ્રા એસટી ડેપોમાં ખોટુ પડ્યું છે અને પાયા વિહોણું સાબિત થયું છે હવે સવાલ એ છે કે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા એસટી ડેપોમાં સવારે 5-45 વાગ્યે ઉપડતી અમદાવાદ રૂટ ની બસ 6-30 સુધીના આવી જેને લઇને ત્યાં ઉભેલા પેસેન્જરોએ પૂછપરછ બારીએ આ બાબતની જાણ કરી અને તાત્કાલિક વડે આ એસટી બસ મૂકવામાં આવે અને જ્યાં વિદ્યાર્થીઓ અને મુસાફરોને જવાનું છે ત્યાં તાત્કાલિક પહોંચાડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.
પરંતુ આ જ મામલે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા એસટી ડેપોની પૂછપરછ બારીમાં મુસાફરો અને પેસેન્જરોને અને વિદ્યાર્થીઓને ઉડાવ જવાબ આપવામાં આવ્યા હતા. આ જ સંદર્ભે હોબાળો કરવામાં આવ્યો હતો મુસાફરો અને વિદ્યાર્થીઓએ હોબાળો કરી અને વિરોધ નોંધાવી અને ધાંગધ્રા ડેપો મેનેજરનો સંપર્ક સાધવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો પરંતુ આ સંપર્ક થઈ શક્યો ન હતો ડેપો મેનેજરે પણ વિદ્યાર્થીઓ અને મુસાફરોના ફોન રિસીવ ના કર્યા હતા જેને લઈને વધુ વાતાવરણ ઉગ્ર બન્યું હતું.
હાલની પરિસ્થિતિ મુજબ પરીક્ષા ની સિઝન ચાલી રહી છે ત્યારે વિદ્યાર્થીઓને આજે પરીક્ષા આપવા જવાનું હતું અને સમયસર પરીક્ષા કેન્દ્ર ઉપર જાય તો તેમને પરીક્ષા આપવા દેવામાં આવતા હોવાનો પણ એક નિયમ છે પરંતુ એસટી બસમાં આવા વિદ્યાર્થીઓ અપડાઉન કરતા હોય છે ત્યારે ધાંગધ્રા અમદાવાદ રૂટની બસ સમયસર ન આવતા વિદ્યાર્થીઓ પણ અકળાઈ જવા પામ્યા હતા અને તે પણ સમયસર પરીક્ષા દેવા ન જતા તેમના પેપર મિસ થવાનો સમય આવ્યો હતો.
બીજી તરફ બુકિંગ કરાવેલા લોકો પણ અટવાયા હતા એક બસના કારણે અનેક સમસ્યા ઊભી થઈ હતી ત્યારે પ્રાથમિક તપાસમાં ડ્રાઇવર ન હોવાના કારણે આ બસ ન મૂકવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે પરંતુ હવે આ તો એસટી વિભાગનો પ્રશ્ન છે અને મેનેજમેન્ટ નો અભાવ હોય તેવું લાગી રહ્યું છે પરંતુ સવાલ એ છે કે આ વિદ્યાર્થીઓ અને મુસાફરો વહેલી સવારે રજડી પડ્યા છે મુસાફરો સમયસર પહોંચી નથી શક્યા તો વિદ્યાર્થીઓને આજે પરીક્ષા હોવાના કારણે તે પેપર ન દઈ શકાયા હોવાનો ઘાટ ઉભો થઈ ગયો છે જેને લઇને ધાંગધ્રા એસટી ડેપોમાં હોબાળો સર્જાયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.