લખતર તાલુકાના ઇંગરોડી ગામે એલ.સી.બી. પોલીસ દ્વારા બાતમીના આધારે ગુજસીટોકના ગુનામાં પેરોલ જંપ કરેલ 2 આરોપીને પકડવા ગઈ હતી. તે સમયે પોલીસ અને આરોપીઓ વચ્ચે ઝપાઝપી થઈ હોવાની માહિતી સામે આવી છે. જેમાં પીએસઆઇ ઇજાગ્રસ્ત થયા હોવાથી તેઓને દવાખાને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જો કે, ઇજાગ્રસ્ત થયા બાદ પણ આરોપીઓને પકડી લીધા હતા. આ દરમિયાન આરોપી તરફથી પોલીસ પર ફાયરિંગ થયું હતું
લખતરના ઇંગરોળી પાસેથી પોલીસે બન્ને નામચીનને ઝડપી લીધા: એસ.પી. ગીરીશ પંડયા અને ડીવાયએસપી એચ.પી. દોશી સહિતના સ્ટાફ દોડી ગયા
લખતર તાલુકાના ઇંગરોડી ગામે ગુજસીટોકના ગુનામાં પેરોલ જંપ કરેલ ફિરોજઅલી મલેક તથા સરીફ અલારખા ડફેર હોવાની બાતમી મળતા એલ.સી.બી. પોલીસ, બજાણા પી.એસ.આઇ. આર.એચ.ઝાલા તથા ટીમ ઇંગરોડી પહોંચી હતી.
આ દરમિયાન પોલીસની ટીમ ઉપર હુમલાનો બનાવ પણ સામે આવ્યો હતો. જેમાં પીએસઆઇ આર.એચ. ઝાલાને ઇજા પહોંચતા લખતર સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં સુરેન્દ્રનગર દવાખાને પણ લઈ જવામાં આવ્યા હતા. તેમ છતાં પોલીસે હુમલો થયો હોવા છતાં બંને આરોપીને દબોચી લીધા હતા. આ દરમિયાન આરોપી તરફથી ફાયરિંગ થયું હતું. બનાવની ગંભીરતાને લઇને જિલ્લા પોલીસ વડા ડો.ગિરીશ પંડ્યા, નાયબ જિલ્લા પોલીસ વડા એચ.પી.દોશી, એલસીબી પીઆઇ વી.વી.ત્રિવેદી સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા.