મોબાઇલમાં ફોટો બતાવી ડમ્પર સસ્તા અપાવવાની લાલચ આપી હતી
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખોડુ ગામના ભવાનીસિંહ રવીસંગભાઇ ખેરને તેમના મિત્રએ મોબાઇલમાં ડમ્પરનો ફોટો બતાવી વડોદરામાંથી સસ્તામાં મળે તેમ હોવાનું જણાવ્યું હતું. આથી ભવાનીસિંહે વડોદરાના ઝુબેરભાઇ સુમરાભાઇનો સંપર્ક કર્યો હતો અને 1.50 લાખ રોકડા અને 12.50 લાખ આરટીજીએસથી ચૂકવ્યા હતા પરંતુ બાદ તેમને ડમ્પર ન આપવામાં આવતા છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું.
આથી એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પીએસઆઇ વાય.એસ.ચુડાસમા, રાજેન્દ્ર ભરવાડ અને વિજયસિંહ ખેર સહીતની ટીમે ગુનો નોંધિો તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અને રૂપિયા 14 લાખની છેતરપીંડી કરવાના ગુનામાંજુબેર સુમારભાઇ ઝાંખરા અને ભાવેશ રણછોડભાઇ સોનીને ઝડપી લઇ વધુ પુછપરછ હાથ ધરી હતી.ખોડુના શખ્સ સાથે રૂપિયા 14 લાખની છેતરપીંડી કરવાના કેસમાં પોલીસે બે શખ્સોને ઝડપી લીધાં હતાં.