વઢવાણ નજીક વધુ એક ત્રણ વર્ષના બાળકનું અપહરણ કરી અને બે લોકો ફરાર બન્યા છે ગઈકાલે સાંજે વઢવાણ નજીક આવેલા ગેબનશાપીર દાદા ના ઉર્ષમાં પરિવાર આવ્યો હતો અને ત્યારબાદ ઘરે પરત ફરતા હતા તે સમયે સુરેન્દ્રનગર વઢવાણ રોડ ઉપર આવેલા ઉપાસના સર્કલ નજીકથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ કરી અને બે એકટીવા પર બાળકનું અપહરણ કરી ગયાની બી ડીવીઝન પોલીસમાં યુવતીના પૂર્વ પતિએ અપહરણ કર્યાનીશંકા સાથે ફરિયાદ નોંધાઈ છે.
યુવતીના પૂર્વ પતિ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાની શંકા: પોલીસ બાળકને શોધવા અમદાવાદ પહોંચી
સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મોડી રાત્રે અમદાવાદ પહોંચી છે અને તપાસ હાથ ધરી છે. ત્રણ વર્ષના બાળક મોહમ્મદ જેદ નું સફેદ એકટીવા લઈ અને આવેલા બે ઇસમો દ્વારા અપહરણ કરી અને ત્યારબાદ તેને નાથી છૂટ્યા હોય તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે આ જ સંદર્ભે જે બાળક છે તેની માતાની પૂછપરછ હાથ ધરવામાં આવતા તેની માતા સીમરન બેન છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેના પૂર્વ પતિ દ્વારા જ અપહરણ કરવામાં આવ્યું છે અને બાળકને ઉઠાવી જવામાં આવ્યું છે અને અમદાવાદ તરફ લઈ જવામાં આવ્યું છે ત્યારે તેના માતાના આક્ષેપો બાદ પોલીસ વિભાગ દ્વારા અમદાવાદમાં તેના પૂર્વ પતિનું જે ઘર આવેલું છે ત્યાં છાપો મારવામાં આવ્યો છે પરંતુ ત્યાં હજુ સુધી કોઈ પ્રકારે આ બાળક મળી આવ્યું નથી
સિમરનના પ્રથમ પતિ અમદાવાદ થી સુરેન્દ્રનગર ખાતે એક પ્રસંગમાં આવ્યા હતા અને જતા સમયે અપહરણ કરી નાશી ગયા હોવાનું શંકા સાથે જેના ઘરે પ્રસંગ હતો તેને પણ પોલીસ મથકમાં બોલાવી પૂછપરછ હાથ ધરાઈ છે. અપહરણના 18 કલાક બાદ પણ મહંમદ જેદની ભાળનથી મળી