અબતક,સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઇ રહી છે ચોરી લૂંટફાટ હત્યાના બનાવો સતત વધતા જઈ રહ્યા છે તેવા સંજોગોમાં નાની વયની સગીરાને પ્રેમજાળમાં ફસાવી અને લગ્ન કરવાની લાલચ અને બાંધકામના ઈરાદે યુવકો દ્વારા ભગાડી અપહરણ કરવામાં આવતી હોવાની રાવ ફરિયાદ નોંધાઈ છે.
ત્યારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલા દાળમિલ રોડ ઉપર વસવાટ કરતા પરિવારની દિકરીને ભગાડી જઈ અને યુવક દ્વારા આ પ્રકારનો કિસ્સો આદરવામાં આવ્યો છે ત્યારે આ મામલે સુરેન્દ્રનગર સિટી પોલીસ મથક ખાતે ફરીયાદી આરતીબેન વા/ઓફ ગીરીશભાઇ ચંદુલાલ દીવાકર ડો/ઓફ હરીદાસ કાશીરામ નીમાવત જાતે બાવાજી (રામાનંદી) ઉં.વ.42 ફરીયાદ નોંધાવેલ છે કે, તા.15/10/2021 બપોરના આશરે બાર વાગ્યા પહેલા ગમે તે સમયે સુરેન્દ્રનગર દાળમીલ રોડ, નિર્મળનગર, પેપીના કારખાના પાસે આવેલ ગલીમાં આરોપી આશિષ ઉર્ફે લાલો ગટોરભાઇ જાંબુકીયા કોળી રહે. સુરેન્દ્રનગર દાળમીલ રોડ, નિર્મળનગર, પેપીના કારખાના પાસે આવેલ ગલીમાં આરોપી ફરીયાદીની
સગીર વયની કરીને કોઇપણ રીતે લલચાવી ફોસલાવી લગ્ન કરવાના તથા બદકામ કરવાના ઇરાદે ફરીયાદીના કાયદેસરના વાલીપણા માંથી અપહરણ કરી લઇ જઇ ગુન્હો કર્યા બાબત. આ બનાવની તપાસ પ્રો. પો.ઇન્સ. ટી.બી.હીરાણી સુરેન્દ્રનગરસીટી એ ડીવી. પો.સ્ટે. નાઓ કરે છે.
ત્યારે અન્ય એક બનાવમાં જોરાવરનગર પોલીસ મથક ખાતે પણ આ બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે ફરીયાદી નાગરભાઇ કરશનભાઇ કોઅડીયા જાતે ઠાકોર ઉં.વ.30 ખોડુ ગામની સીમમાં આવેલ કપુરીયા નામની વાડીમા મુળ રહે.એ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.30/10/2021 ના કલાક 21/00 થી તા.31/10/2021 ના કલાક 01/00 વાગ્યા સુધીમાં ખોડુ ગામની સીમમા આવેલ મોહનભાઇ રણછોડભાઇ પટેલ રહે.અંકેવાળીયા તા.ધ્રાંગધ્રા વાળાની ફરીયાદીએ ભાગવી રાખેલ વાડીએ તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર આરોપી અલ્પેશભાઇ નરશીભાઇ મકવાણા વજુભાઇ મગનભાઇ પટેલની વાડીમા ફરીયાદીની સગીર વયની પૂત્રી
ફરીયાદીનાં કાયદેસરના વાલીપણા માંથી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી લઇ જઇ ગુન્હો કર્યા બાબત. આ બનાવની તપાસ ઇન્ચાર્જ સર્કલ પો.ઇન્સ. વી.વી.ત્રીવેદી સુરેન્દ્રનગર નાઓ કરે છે.