માસ્ક પહેર્યા વિના નિકળેલા વાહન ચાલકોને મેમો અપાયા
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં દિન પ્રતિદિન કોરોનાના પોઝીટીવ કેસ સામે આવી રહ્યા છે અને જિલ્લામાં ખાસ કરી શહેરી વિસ્તારોમાં કોરોનાના કેસો વધી રહા છે.જેનું મુખ્ય કારણ એ છે કે લોકોમાં જાગૃતિનો આભાવ રહો છે. ત્યારે જેના કારણે જિલ્લામાં કોરોનાના કેસો વધી રહા છે. ત્યારે ગઈ કાલે પણ કોરોના ના ૧૫ પોઝીટીવ કેસો સામે આવ્યા છે.
જેના કારણે જિલ્લા કલેકટર શ્રી કે.રાજેશ દવારા લોકો અને ખાસ કરી જિલ્લાના વેપારીઓ ને પણ સૂચના આપવામાં આવી હતી કે માસ્ક બાંધ્યા વગર ખરીદી કરવા આવતા લોકો ને વસ્તુઓનું વેચાણ ન કરવું અને ફરજિયાત માસ્ક ગ્રાહકો ને બધાવવું જેના કારણે જિલ્લામાં કોરોના સંક્રમણ ફેલતો અટકે અને જેમ બને તેમ બજારો માં ભીડ એકઠી ન થવા દેવા પણ સૂચના આપવા માં આવી છે .
ત્યારે જિલ્લા પ્રસાસન વિભાગ લોક જાગૃતી માટે અને ખાસ કોરોના જિલ્લામાં ફેલતો અટકે તે હેતુ થી જિલ્લામાં વગર માસ્ક બાંધી અને શહેરમાં લટાર મારતા લોકો ને દંડિત કરવા માં આવ્યા હતા. અને ખાસ વગર માસ્ક બાંધ્યા વગર પસાર થતા લોકો ને માસ્ક બાંધવા સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારે આ બાબતે સુરેન્દ્રનગર સિટી મામલદાર શ્રી એન.એચ પરમાર સર્કલ ઓફિસર શ્રી સંદીપ ભાઈ ગાંધી સાથે પોલીસ સાથે રાખી ને વગર માસ્ક બાંધી ને શહેરમાં વાહન ચલાવતા લોકો ને મેમાં આપવામાં આવીયા હતા.