શાળા-કોલેજો પણ રોષભેર બંધમાં જોડાયા

રોડ-રસ્તા અને ટ્રાફિક સમસ્યા રખડતા ભટકતા ઢોર, હેલ્મેટ કાયદા સહિતના અનેક પ્રશ્ર્નોને લઈને આજે સુરેન્દ્રનગર શહેર શાળાઓ સહિત જડબેસલાક સજ્જડ બંધ રહ્યું છે.ત્યારે આજે સુરેન્દ્રનગર કોંગ્રેસ સમીતી દ્વારા બિન રાજકીય રીતે જ્યારે બંધના એલાન આપવામાં આવ્યા બાદ ભારે સફળતા મળી છે ત્યારે સુરેન્દ્રનગર મહેતા મારકેટ ટાવર ચોક વિઠ્ઠલ પ્રેસ રોડ, ટાંકી ચોક જવાહર ચોક સહિત તમામ વિસ્તાર સવારી જ જડબેસલાક બંધ રહ્યાં છે. ત્યારે સુરેન્દ્રનગર કોંગ્રેસના જિલ્લા પ્રમુખ કમલેશભાઈ કોટેચા શાહિલ સોલંકી, મુસાભાઈ સંધી, મહેબુબખાન મલેક, ચમનલાલ પ્રતાપભાઈ પંકજ પૂજારા, અલ્પેશ ગાબુ સહિતના અનેક કોંગ્રેસના કાર્યકરો દ્વારા સફળ બંધ કરાવ્યું હતું.

હાઈકોર્ટના ચુકાદા મુજબ ગ્રામ પંચાયત, નાની નગરપાલિકા જેવા વિસ્તારમાં હેલ્મેટનો ઉપયોગ ન કરવાની મંજૂરી આપેલ છે. ત્યારે સુરેન્દ્રનગર સીટીમાં કોઈપણ વાહન ચાલક ૨૦ કિ.મી. સ્પીડી વધારે ચલાવી શકે તેવી શકયતા જ નથી આવા સંજોગોમાં વાહન ચાલકોને હેલ્મેટમાંથી મુક્તિ આપવા યોગ્ય સરકારને મનુભાઈ પટેલ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનુભાઈ પટેલ, કમલેશ કોટેચા, સુબોધ કે.જોશી તા મનુભાઈ પટેલ, સાહીલ  સોલંકી રજૂઆત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.