પારિવારિક સંબંધ ધરાવતા વૃધ્ધ બગીચામાં લઇ જઇ કિશોરીની કરી છેડછાડ: પોલીસે કરી સરભરા
સુરેન્દ્રનગર શહેરમાં તેર વર્ષની બાળકીને વૃધ્ધે ચોકલેટ આપવાની લાલચે બગીચામાં લઈ જઈ અને બાળકીને મોબાઇલમાં બીભત્સ ફીલ્મ દેખાડી અને શરીર પર અલગ અલગ જગ્યાએ હાથ ફેરવી અડપલા કરતા ઢગા પર ફીટકારની લાગણી વર્ષી રહી છે. પોલીસએ પણ તાત્કાલિક આરોપી વૃધ્ધને ઝડપી અને આકરી પુછપરછ હાથ ધરી છે. સુરેન્દ્રનગર શહેરના વિસ્તારમાં રહેતા પરીવારની સાથે વડનગરમાં રહેતો દિપક લાભશંકરને સંબધ હોવાથી ઘરે આવતો જતો હતો અને ઘરના સભ્ય જેમ વહેવાર કરતો હતો. બાળકોને ચોકલેટ બીસ્કીટ અપાવતો હતો અને પરીવારના મોભીનો મિત્ર હોઇ તે બીન્દાસ ઘરમાં આવન જાવન કરતો હતો.
દિપક લાભશંકર દિકરીને ચોકલેટ અને બીસકીટ આપવાની લાલચ આપી બગીચામાં લઈ ગયો હતો. વાસના જાગી હતી તેને બાળકીને તેની પાસે રહેલ મોબાઇલમાં બીભત્સ ફીલ્મ બતાવી અને શરીરના અલગ-અલગ ભાગો પર હાથ ફેરવી છેડછાડ કરી હતી અને બાળકી સાથે દુષ્કર્મ કરવાની પણ કોષીસ કરી હતી.
બાળકીએ ઘરે પહોંચી અને બનાવ બાબતે તેની માતાને જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. બી. ડિવિઝન પોલીસમાં ફરિયાદ આપી હતી. જેથી પોલીસ એ તાત્કાલિક હરકતમાં આવી અને આરોપી દિપક લાભશંકરને વડનગર વિસ્તારમાંથી ઝડપી પાડયો હતો અને તેની સરભરા કરતા તેણે બાળકી સાથે અડપલા કર્યા હોવાની કબુલાત આપી હતી.