Abtak Media Google News

ગ્રામ્ય વિસ્તારની મહીલા સ્વસહાય જુથાોના વહીવટ સામે સવાલો ઉઠે છે

ઝાલાવાડ પંથકમાં સ્વસહાય જૂથોમાં ભ્રષ્ટાચાર વ્યાપ્યો હોવાના આક્ષેપ સાથે સહાય ફંડની રકમ બારોબાર સગેવગે થતી હોવાના કૌભાંડ અંગે પણ લોકફરિયાદો ઉઠી રહી છે. આ મામલે ઉચ્ચ સ્તરેથી તપાસ કરવામાં આવે તો મોટા માથાઓની સંડોવણી પણ બહાર આવવાની શક્યતા સેવાઈ રહી છે. રાષ્ટ્રીય ગ્રામી આજીવિકા મિશન હેઠળ ચાલતા સ્વસહાય જૂથોની કામગીરીને લઇ કૌભાંડની આશંકા સેવાઈ રહી છે.

આજીવીકા મિશન અંર્ગત ગ્રામીણ મહિલાઓના કૌશલ્યને પ્રોત્સાહન મળે, મહિલાઓ પગભર બને અને કુટુંબ સમાજમાં સન્માન મેળવે તેવા ઉમદા ઉદેશ્યની મહિલાઓના સ્વસહાય જુથોને સહાય અને લોન આપવાની યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજનાનું અમલીકરણ રાજય સરકારની ગુજરાત લાઈવલી હુડ પ્રમોશન કંપની લી. દ્વારા કરવામાં આવી રહયું છે. યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં દસ થી વીસ મહિલાઓને એકત્ર કરીને સ્વસહાય જુથ બનાવવામાં આવે છે.  ગ્રામીણ મહિલાઓ હેન્ડીક્રાફટ, હેન્ડલુમ, ફુડ પ્રોડકટ, પેચવર્ક માટી કામ, સિલાઈ મશીન કામ, મોતી કામ જેવી આર્થિક પ્રવૃતિઓ કરી શકે તે માટે કરવાનો હોય છે.

આ ઉપરાંત ગ્રામ્ય મહિલાઓના આ સ્વસહાય જુથોને બેંકમાંથી રૂા. 20 લાખ સુધીની લોન કોઈપણ જાતની જામીનગીરી વગર મળી શકે છે. આવા ઘણા લાભો મહિલાઓના સ્વસહાય જુથોને. મળે છે. સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ અનેક સ્વસહાય જુથો કાર્યરત છે. મળતી માહીતી મુજબ જિલ્લામાં વર્ષ 2019-20 માં જિલ્લાના 66 સ્વસહાય જુથોને, વર્ષ 2020-21 માં 252 સ્વસહાય જુથોને રીવોલ્વીંગ ફંડ આપવામાં આવેલ છે. તેમજ જાનયુઆરી -21 થી ડીસેમ્બર 21 સુધીમાં જિલ્લાના 331 સ્વસહાય જુથોને રૂા. 2,55,10,000 ની સહાય આપવામાં આવેલ છે.

કરોડો રૂા. ની સહાય ચુકવાઈ હોવા છતાં ગ્રામ્ય મહિલાઓમાં રોજગારીનું પ્રમાણ વધ્યું હોય તેવું દેખાતું નથી. કેટલાક અધિકારીઓ અને કેટલાક સ્વસહાય જુથના પ્રમુખ – મંત્રીની મીલીભગતથી સભ્યોને અંધારામાં રાખીને (ઉંઠા ભણાવીને) સહાય ફંડ ઓળવી જવામાં આવે છે. સભ્યોની માત્ર સહીની જ જરૂર હોવાથી બેંકમાંથી જામીન વગરની મસમોટી લોન લઈને ભાગબટાઈ કરી લેવામાં આવતી હોવાનું પણ ચર્ચાય છે.

આ યોજનાના અમલીકરણમાં ગ્રામ્ય સ્તરે કોન્ટ્રાકટ બેઝ (આઉટ સોર્સીંગ) થી ભરતી થયેલા અધિકારીઓ અને કર્મચારીઓ કામ કરે છે. ગામડાના કેટલાક આગેવાનો અને કોન્ટ્રાકટ બેઝના કેટલાક અધિકારી – કર્મચારીઓની મીલીભગતથી કાગળ ઉપર સ્વસહાય જુથો ઉભા કરીને ગેરરીતી આચરવામાં આવતી હોવાનું મનાય છે. જે સ્વસહાય જુથો કાર્યરત છે તેમાં મહિલા સદસ્યોને અધુરી માહીતી આપીને ઉંઠા ભણાવી તેમની સહીઓ લઈ કૌભાંડ આચરવામાં આવતું હોવાનું મનાય છે. આ અંગે ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તો કોન્ટ્રાકટ બેઝના કર્મચારીઓની મીલીભગત અને ગેરરીતીની ચોંકાવનચારી વિગતો સામે આવવાની શકયતા  સામે તપાસની માંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.