સુરેન્દ્રનગર જીલ્લા ટ્રક એસોસિએશનની બેઠકમાં લેવાયેલો નિર્ણય
સુરેન્દ્રનગર જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનની બેઠક યોજવામાં આવી હતી. 1 ઓગષ્ટથી જીસકા માલ ઉસકા હમાલની નીતી લાગૂ કરવામાં આવશે. ઘણા વખત પહેલા ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ, ન્યુ દિલ્હીની કારોબારીમાં વિષયમાં જણાવેલ વધારાના ખર્ચાઓની બાબતે નિર્ણય લેવાયો હતો, પણ હવે તે બાબતોને ગંભીરતાથી લઈ સૌ ગાડી માલિકોનો અમલીકરણ કરવાનો સમય પાકી ગયો છે. આ બાબતે ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ, ન્યુદિલ્હી દ્વારા તા.09-04-2021ના સચુલર તેમજ તા. 15-04-21ની માર્ગદર્શિકા મુજબ જીસ્સા માલ ઉસકા હમાલનું ચુસ્તપણે પાલન કરવા આપણાં રાજયના દરેક ગાડી માલિકો તેમજ ટ્રાન્સપોર્ટ કંપનીઓને નિર્દેશ છે.
ઉપરોકત બાબતે આપણાં દરેક એસોસીએશનો, કારોબારી સભ્યોને ખાસ વિનંતી કે તેમના વિસ્તારમાં ભરાતી ગાડીઓ માટે આ બાબતનું પાલન કરે/કરાવડાવે અને ઉપરોકત જણાવેલ કોઈપણ અવ્યવહારિક ખર્ચ ગાડીવાળા પાસેથી ન લે કે લેવડાવે અને જો એવો કોઈ ખર્ચ થાય તો તે ગાડી ભાડા ઉપરાંત માલ ભરાવનાર કે માલ મેળવનાર પાસેથી લઈ ગાડીવાળાઓને આપે કે અપાવડાવે અત્યારે ઉપરોક્ત જણાવેલ નિર્દેશનું અમલીકરણ કરવું ખુબ જ જરૂરી છે, જેથી કરીને વર્ષો જૂના આ દુષણને દુર કરી ગાડીવાળાઓને માથે લીધેલ અવેધ ખામાંથી મુકિત આપાવી શકાય,
સુરેન્દ્રનગરના જીઆઇ ડીસીના હોલ ખાતે આ બેઠક યોજવામાં આવી હતી અને ટ્રક ચાલકોની બેઠક યોજવામાં આવી હતી જીસકા માલ ઉસકા હમાલની નીતિ 1 ઓગસ્ટથી લાગુ કરવાની નીતિ અપનાવવામાં આવી હતી ત્યારે આ બેઠકમાં અજુભાઈ કલોતરા વેલા ભાઈ સંભાડ, પરેશભાઈ ખાભલા, દેવુંભા મુન્નાભાઈ વિશ્વજીત સિંહ રાજુભાઈ (મુળી) ઉપસ્થિત રહયા હતા.