અબતક, શબનમ ચૌહાણ
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનીજનું બેરોકટોક વહન થઇ રહ્યુ છે. રાત્રી ચેકિંગ દરમિયાન સુરેન્દ્રનગર, માલવણ હાઈવે, જોરાવરનગર, અને ધ્રાંગધ્રા પંથકમાંથી પાંચ ડમ્પરો ગેરકાયદે ખનીજ વહન કરતા ઝડપાયા હતા અને ખનીજ, વાહનો સહિત 75 લાખ રૂા.થી વધુનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગર, માલવણ, જોરાવરનગર અને ધ્રાંગધ્રામાં પોલીસે રૂ. 75 લાખનો મુદામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગની જુદી જુદી ટીમો દ્વારા ગઈકાલે સુરેન્દ્રનગર, માલવણ હાઈવે, જોરાવરનગર, અને ધ્રાંગધ્રા પંથકમાંથી રાત્રી ચેકિંગ દરમિયાન ગેરકાયદે બ્લેક ટ્રેપ, કવિન્ટાઉન, સાદી રેતી, જેવુ ખનીજ ભરેલા પાંચ ડમ્પરો ઝડપી પાડયા હતા. માલવણ હાઈવે ચોકડી પાસેથી જી.જે.13 એ ડબલ્યુ 6345 અને જી.જે.13 એ.ડબલ્યુ 6381 (માલીક માત્રેશભાઈ ખવડ), ને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર કલેકટર કચેરી પાસેથી જી.જે. 07 વાય.વાય 6090 (માલીક મનીષ વણઝારા – શકિતપરા) ને, ધ્રાંગધ્રા ખાતેથી જીજે.31 ટી. 2591 (મુકેશ કલાલ) અને જોરાવરનગર ખાતેથી જી.જે. 13 એ.ડબલ્યુ 5068 (મીહીર કનૈયાલાલ) ને ઝડપી લઈ જે તે પોલીસ સ્ટેશન બજાણા, ધ્રાંગધ્રા અને જોરાવરનગર પોલીસને કબજો સોંપી ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે. આશરે રૂા. 75 લાખનો મુદામાલ જપ્ત કરાયો હોવાનું જાણવા મળ્યું છે.