કોરોનાના દર્દીઓની સાથે સતત ખડેપગે રહીને ‘સમય’ આપીને રાઉન્ડ ધ કલોક સેવા કરે છે

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગામ ખેરાળી  ના મુળ વતની જયેન્દ્રભાઈ ટી.પટેલ (બાબુભાઈ પટેલ) હાલમાં વિશ્વમાં ચાલી રહેલી વૈશ્વિક મહામારી ના કાળમાં છેલ્લા  ઘણા સમયથી કોરોના ના દર્દીઓ ની સાથોસાથ રહીને એક ગામ સેવક હોવાનું સાબિતી આપે તેવી પોતાના સ્વ ખર્ચે બને એટલો વધુ સમય ફાળવી. કોરોના ના દર્દીને ચોવીસ કલાક  સેવા આપી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.દરોજ પોતાના ગામ ખેરાળીથી આવી.એસપી. આનંદ ભવન. ટીબી હોસ્પિટલ જઈ ને  પોતાના ગામ તેમજ આજુ બાજુના ગામના લોકોના ખબર અંતર પૂછી  દર્દીઓ ને શું જરૂર છે.જે પણ જરૂરી હોય.પોતાના  ગામ તેમજ પોતાના ગામની આજુ બાજુના ગામના દર્દીઓ ને હોસ્પિટલ લાવી જાતે જઈ ને  કેસ કઢાવી રીપોર્ટ કરાવી મહાત્મા ગાંધી હોસ્પિટલ માંથી જ્યાં દર્દીઓ ને બીજા દવાખાનામાં જવું હોય ત્યાં રીફર કરાવી.જે-તે દવાખાનામાં ઓક્સિજન ની વ્યવસ્થા ન હોય તો ઓક્સિજન ની વ્યવસ્થા પોતાના મત વિસ્તારના લોકો ને કરી આપી છે.

તેમજ જો દર્દીની તબિયત વધુ ખરાબ હોય તો બહારગામ રીફર કરાવી  દર્દી સાથે બહારગામ સ્વખર્ચે જઇને  જે તે દવાખાનામાં એડમિટ કરી આપી એક  પંચાયતના સદસ્ય ની ઉત્તમ કામગીરી અદા કરેલ છે.છેલ્લા  કેટલાય મહિનાઓથી  સતત સેવાકીય પ્રવૃત્તિ કરતા બાબુભાઈ પટેલ ની એવી પણ સેવા છે.

1620789879187ઘણી વાર દર્દી સાથે કોઈ ના હોયતો અને ઓક્સિજન ની બોટલ ની જરૂર હોય ને દર્દી સાથે કોઈ ઓક્સિજન ની બોટલ લેવા જવા વાળું ના હોય તો તેવા દર્દીઓની  માટે  પોતેજ સુરેન્દ્રનગર સ્ટીલ મેન માંથી લાઈન માં ઉભા રહી ઓક્સિજન નો  બાટલા ભરાવી આપવામા આવેલ છે.સતત લોક સંપર્ક માં રહી. તેમજ તેવો ના સ્વખર્ચે અમદાવાદ. રાજકોટ. જામનગર. સુધી દર્દીઓ સાથે જવું પડે તો પણ પાછું વળીને  જોયું નથી.ગામના  દર્દી માટે સમય કાઢીને દવા ખાવાનાથી માંડીને  ઘર સુધી ઓક્સિજન ની સેવા આપતા બાબુભાઈ પટેલ દ્વારા એક પ્રેરણા રૂપી અને એક  બાબુભાઈ પટેલે તાલુકા સદસ્ય તરીકે એક શ્રેષ્ઠ કામગીરી કરી ને લોકોને એક નવી સેવાકીય પ્રવૃતિઓ તરફ લઈ જવા ની પ્રેરણા આપી છે તથા એક તાલુકા પંચાયત સદસ્ય  બાબુભાઈ પટેલે એક ગામ સેવક તરીકે નું  ઉદાહરણ પૂરું પાડ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.