80 ટીમો દ્વારા 6086 લોકોના લોહી તપાસણી
સુરેન્દ્રનગર જિલ્લામાં હાથીપગારો રોગ અને કેશો શોધવા માટે દર પાંચ વર્ષે સર્વે કરવામાં આવતો હોય છે.ત્યારે આ હાલ જિલ્લામાં હાથી પગાનો રોગ શોધવા માટે ટીમો કામે લગાડવામાં આવી છે.જેમાં 10 તાલુકાઓમાં 20 ગામોમાં 80 આરોગ્ય વિભાગની ટીમોએ સર્વે હાથ ધર્યો છે.
જેમં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં 30 સુપરવાઇઝરો અને મેલેરીયા શાખા સુરેન્દ્રનગરના સુપરવીઝનની ટીમ રાત્રીના 8થી 12 કલાક દરમિયાન લોકોના ઘરે ઘરે ફરી લોકોના નમુના લેવામાં આવી રહ્યા છે.જિલ્લામાં અત્યાર સુધીમાં આ ટીમોએ 12,399 ઘરોનો સર્વે કરી 65,043 લોકોને આવરી લેવાયા છે.જેમાંના 6086 લોકોના લોહીના નમુના લેવાયા છે.
સાયલામાં એક હાથી પગાનો રોગનો દર્દી સામે આવ્યો હતો.પરંતુ તે જુનો દર્દી હોવાનુ આરોગ્ય વિભાગે જણાવ્યુ હતુ.આ કાર્યવાહી ડીડીઓ પી.એન.મકવાણા, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી બી.જી.ગોહિલના માર્ગદર્શનમાં જિલ્લા મેલેરીયા અધિકારી ડો.જયેશ રાઠોડ, ક્ધસલટન્ટ ધારાબેન મોદી, સુપરવાઇઝર જિલ્લા અરવિદભાઇ મકવાણા દ્વારા કરાઇ રહી છે. આ ટીમોએ લીધેલા લોહીના નમુનાનુ પરીક્ષણ દેવેનભાઇ યાજ્ઞીકના સુપરવિઝનમાં દરેક તાલુકાની લેબોરેટરીમાં ટેકનીશીયન દ્વારા કરી રીપોર્ટ તૈયાર કરવામાં આવશે.