15 ને ઇજાગ્રસ્ત હાલતમાં દવાખાને ખસેડાયા: ખેડુતોમાં ભય
સુરેન્દ્રનગર જિલ્લામાં અને તેના તાલુકા મથકોમાં હાલમાં ખેતરોમાંથી કાલા અને કપાસ બહાર કાઢવાની સીઝન ચાલુ રહી છે તેમજ એરંડા તેમજ શિયાળુ પાક હવે ખેતરોમાંથી ધીરે ધીરે બહાર આવી રહ્યો છે ત્યારે બહારના રાજ્યોના મજૂરો લાવી અને પાકને બહાર લાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના સમલા લક્ષ્મીસર ગામ પાસે ખેતરોમાં હાલમાં કપાસ વિણી રહ્યા હતા ત્યારે તેવા સમયે અચાનક ખેતરમાં મધ ઉડવાના કારણે મધમાખીઓના ઝુંડે જુન ખેતરમાં ઉતરી પડ્યા હતા અને કપાસ વિણી રહેલા મજૂરોને ચારે બાજુ ઝપાટમાં લઈ લીધા હતા ત્યારે ખેતરમાં કપાસ વીણી રહેલા 15 જેટલા મજૂરોને મદની માખીઓ ચોટી હતી ત્યારે તેમને તાત્કાલિક અસરે લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પાંચ જેટલા મજૂરોને મધમાખીઓ કરડવાના કારણે રિએક્શન પણ આવ્યું હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે